Not Set/ સોમવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો આટલો ઘટાડો

સતત વધતી જતી કિંમતોમાં છઠ્ઠા દિવસે પેટ્રોલ-ડીઝલમાં ઘટાડો જોવા મળ્યો છે. આ પહેલા 16 દિવસની અંદર પેટ્રોલ પર લગભગ 4 અને ડીઝલ પર ૩.62 રૂપિયા વધ્યા હતાં. સોમવારે દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલના ભાવમાં 15 પૈસાનો ઘટાડો થયો. જે પછી દિલ્લીમાં પેટ્રોલની કિંમત 77.96 રૂપિયા પ્રતિલીટર થઇ ગઈ. સોમવારે પેટ્રોલના ભાવ પ્રતિલીટર. કોલકાતા – 80.60 રૂપિયા. મુંબઈ […]

Top Stories Business
170651 petrol 1 સોમવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો આટલો ઘટાડો

સતત વધતી જતી કિંમતોમાં છઠ્ઠા દિવસે પેટ્રોલ-ડીઝલમાં ઘટાડો જોવા મળ્યો છે. આ પહેલા 16 દિવસની અંદર પેટ્રોલ પર લગભગ 4 અને ડીઝલ પર ૩.62 રૂપિયા વધ્યા હતાં. સોમવારે દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલના ભાવમાં 15 પૈસાનો ઘટાડો થયો. જે પછી દિલ્લીમાં પેટ્રોલની કિંમત 77.96 રૂપિયા પ્રતિલીટર થઇ ગઈ.

સોમવારે પેટ્રોલના ભાવ પ્રતિલીટર.

કોલકાતા – 80.60 રૂપિયા.

મુંબઈ – 85.77 રૂપિયા.

ચેન્નઈ – 80.94 રૂપિયા.

દિલ્લી – 77.96 રૂપિયા.

સોમવારે ડીઝલના ભાવ પ્રતિલીટર.

કોલકાતા – 71.52 રૂપિયા.

મુંબઈ – 73.43 રૂપિયા.

ચેન્નઈ – 72.82 રૂપિયા.

દિલ્લી – 68.97 રૂપિયા.

આ પહેલા રવિવારે દિલ્લી, કોલકાતા અને મુંબઈમાં પેટ્રોલના ભાવમાં શનિવાર કરતા 9 પૈસા પ્રતિલીટર ઘટયાં હતાં.જે પછી ત્રણ મહાનગરોમાં પેટ્રોલના કિંમતમાં ક્રમશઃ ઘટાડો 78.11 રૂપિયા, 80.75 રૂપિયા અને 85.92 રૂપિયા પ્રતિલીટર થઇ.

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થયા બાદ છેલ્લા ૧૫ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તેલ કંપનીઓ દ્વારા સતત તોતિગ ભાવ વધારો કરવામાં આવી રહ્યો હતો.

મહત્વનુ છે કે, આ પહેલા સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં સામાન્ય રાહત આપતા મજાક ઉડાવતા તેલ કંપનીઓ દ્વારા ૭ પૈસાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઈલની કિંમતમાં આવેલા ઘટાડા બાદ લાગુ કરવામાં આવ્યો છે. બીજી બાજુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવતા લોકો પર ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે.