Not Set/ ટ્રાફિક સિગ્નલ પર ચાલતો ભિક્ષુકનો કારોબાર, કોણ છે બાળકોને ભીખ મંગાવનાર શખ્સો…?

રોડ રસ્તા પર ક્યાંક મહિલાના હાથમાં નવજાત શિશુને તેડીને ભીખ માંગતી મહિલા ફરતી હોય છે. તો ક્યાંક નાના ભૂલકાઓ ભીખ માંગતા નજરે પડશે. પરંતુ ચિંતાનો વિષય એ છે કે છેલ્લા થોડા સમયથી રોડ રસ્તા પર ભીખ માંગનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે.

Top Stories Ahmedabad
tmc 10 ટ્રાફિક સિગ્નલ પર ચાલતો ભિક્ષુકનો કારોબાર, કોણ છે બાળકોને ભીખ મંગાવનાર શખ્સો...?

સતત દોડતું અને ભાગતું શહેર અમદાવાદ, જ્યાં તમે રોડ રસ્તા પર ભીખ માંગતા માસુમ બાળકો ને જોતા હશો.  ટ્રાફિક સિગ્નલ પર તમારી ગાડી રોકાવી નથી, કે તરત જ માસુમ અને લાચાર ચહેરો લઈને વસ્તુ વેચવાની આડમાં કે પછી ગાડી સાફ કરીને ભીખ માગતા બાળકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. પોલીસ પણ આ ભીખની ભ્રમજાળને ભેદવા માટે કટીબદ્ધ થઇ છે.

  • નવજાત શિશુથી સગીર સુધી તમામ માગે છે ભિક્ષા
  • ભિક્ષાની આડમાં સુઆયોજિત ષડ્યંત્રની શંકા !
  • શહેર ટ્રાફિક પોલીસ કરશે કડક કાર્યવાહી

મેગાસીટી અમદાવાદ જ્યાં શોપિંગ મોલ અને મલ્ટીપ્લેક્સની ચમક દમક ની સાથે ટ્રાફિક સિગ્નલ પર તમને અનેક જગ્યાએ ભીખ માંગતા માસૂમ બાળકો પણ જોવા મળે છે. રોડ રસ્તા પર ક્યાંક મહિલાના હાથમાં નવજાત શિશુને તેડીને ભીખ માંગતી મહિલા ફરતી હોય છે. તો ક્યાંક નાના ભૂલકાઓ ભીખ માંગતા નજરે પડશે. પરંતુ ચિંતાનો વિષય એ છે કે છેલ્લા થોડા સમયથી રોડ રસ્તા પર ભીખ માંગનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. જે માસુમના હાથમા નોટ અને પેન હોવી જોઈએ તે માસૂમને રોડ રસ્તા પર ભીખ માંગવા માટે આખો દિવસ છોડી દેવામાં આવે છે.

tmc 11 ટ્રાફિક સિગ્નલ પર ચાલતો ભિક્ષુકનો કારોબાર, કોણ છે બાળકોને ભીખ મંગાવનાર શખ્સો...?

જે માસૂમ બાળકોના હાથમાં દેશનું ભવિષ્ય વિકસવું જોઈએ, તે માસુમ બાળકો રોડ રસ્તા પર ગાડી સાફ કરીને અને વસ્તુ વેચવાની આડમાં ભીખ માંગતા નજરે પડે છે.  અમદાવાદમાં જે રીતે ભિખારીઓની સંખ્યા વધી રહી છે તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક વિભાગના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ મયંકસિંહ ચાવડા દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં શહેરના તમામ વિસ્તારોમાં રોડ રસ્તા પર નાના બાળકો પાસે ભીખ મંગાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઘણીવાર પિતા જ પોતાના બાળકોને ભીખ માંગવા માટે મોકલી દેતો હોય છે. આ નાના બાળકો ભારત દેશનું આવતીકાલનું ભવિષ્ય છે. પરંતુ રૂપિયાની લાલચમાં ક્યાંક મા-બાપ તો ક્યાંક દલાલ દ્વારા ભિક્ષુક લોકોને એકત્રિત કરીને નાના બાળકો ના માધ્યમથી ભીખ માંગવાનું શુઆયોજિત ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે. જેથી પોલીસે પણ હવે બાળકો પાસે ભીખ મંગાવતા લોકો સામે લાલ આંખ કરી કાયદેસરનો ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરી છે.

હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2021 / અદાણીએ અંબાણી કરતા એક વર્ષમાં દરરોજ છ ગણી વધુ કમાણી કરી, જાણો કેટલી છે સંપત્તિ

નોટિસ / કરોડપતિ બનવાની ગેરંટી આપતા બાબા રામદેવને સેબીએ પાઠવી નોટિસ

સજા / ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીને ચૂંટણી ભ્રષ્ટાચાર મામલે જેલ

વિશ્લેષણ / TMC ‘અસલી કોંગ્રેસ’ના દાવા આસપાસના સૂચિતાર્થો

નિવેદન / સમજૂતી કરાર નહી થાય ત્યાં સુધી ચીન સાથે સરહદ વિવાદ ચાલુ રહેશે : સેના પ્રમુખ એમએમ નરવણે