Not Set/ કર્નાટકની ચુંટણી પૂરી થતા જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો

કર્નાટકમાં વિધાનસભાની ચુંટણી માટે વોટિંગ પુરા થતા ઓઈલ કંપનીઓએ પટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો કરવાનું શરુ કરી દીધું છે. સોમવારના 19 દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો કરવામાં આવ્યો નહોતો હવે ઓઈલ કંપનીઓએ આ નિર્ણય લીધો છે. ઓઈલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં 17 પૈસા જેટલો વધારો ઝીંકાયો છે. છેલ્લે 24 એપ્રિલના રોજ પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આપણે […]

Trending Business
170651 petrol કર્નાટકની ચુંટણી પૂરી થતા જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો

કર્નાટકમાં વિધાનસભાની ચુંટણી માટે વોટિંગ પુરા થતા ઓઈલ કંપનીઓએ પટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો કરવાનું શરુ કરી દીધું છે. સોમવારના 19 દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો કરવામાં આવ્યો નહોતો હવે ઓઈલ કંપનીઓએ આ નિર્ણય લીધો છે.

ઓઈલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં 17 પૈસા જેટલો વધારો ઝીંકાયો છે. છેલ્લે 24 એપ્રિલના રોજ પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આપણે ચાર મહાનગરની વાત કરીએ તો પેટ્રોલમાં સૌથી વધારે ભાવ મુંબઈમાં થઇ ગયો છે.

પેટ્રોલ પ્રતિલીટર.

મુંબઈ- 82.56 રૂપિયા.

દિલ્લી- 74.80 રૂપિયા.

કોલકાતા- 75.90 રૂપિયા.

ચેન્નઈ- 77.61 રૂપિયા.

નોઇડામાં 76.02 રૂપિયા પેટ્રોલનો ભાવ છે. ફરીદાબાદમાં 75.61 રૂપિયા, ગુડગાંવમાં 75.34 રૂપિયા અને ગાઝીયાબાદમાં 75.90 પ્રતિલીટર રૂપિયા છે.

ડીઝલ પ્રતિલીટર.

મુંબઈ- 70.43 રૂપિયા.

દિલ્લી- 66.14 રૂપિયા.

કોલકાતા- 68.68 રૂપિયા.

ચેન્નઈ- 69.79 રૂપિયા.

ફરીદાબાદ અને ગાઝીયાબાદમાં સૌથી સસ્તા ડીઝલમાં ભાવ છે.

ફરીદાબાદમાં ડીઝલ 67.03 રૂપિયા,

ગાઝીયાબાદ 66.32 રૂપિયા,

નોઇડા 66.32 રૂપિયા,

ગુડગાંવ 67.03 રૂપિયા જેટલું ડીઝલનો ભાવ થઇ ગયો છે. ઉલ્લેખનીય સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર અંકુશ મુક્ત કરતા તેમણે બજારમાં હુવાલો સોંપી દીધો છે, હવે આંતરરાષ્ટ્રીય ભાવ અનુસાર બળતણના ભાવમાં ઘટાડો અને વધારો થઇ રહ્યો છે.