Not Set/ માત્ર ૫૦૦ રૂ.માં મળશે રિલાયન્સ JIOના ગીગા ફાઈબર નેટવર્કનો પ્લાન, કિંમત થઇ લીક

નવી દિલ્હી, ગયા મહિને મળેલી RILની એન્યુઅલ જનરલ મિટિંગમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાનીએ ૧૫મી ઓગષ્ટના રોજ જિયો ગીગા ફાઈબર લોન્ચ કરવાનું એલાન કર્યું હતું. જો કે આ પહેલા જ આ ગીગા ફાઈબર પ્લાનની કિંમતો લીક થઇ ગઈ છે. રિલાયન્સ જિયો ગીગા ફાઈબર પ્લાન લોન્ચ થતા પહેલા તેની કિંમત trak.in પર લીક થઇ ગઈ છે. લીક […]

Trending Business
માત્ર ૫૦૦ રૂ.માં મળશે રિલાયન્સ JIOના ગીગા ફાઈબર નેટવર્કનો પ્લાન, કિંમત થઇ લીક

નવી દિલ્હી,

ગયા મહિને મળેલી RILની એન્યુઅલ જનરલ મિટિંગમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાનીએ ૧૫મી ઓગષ્ટના રોજ જિયો ગીગા ફાઈબર લોન્ચ કરવાનું એલાન કર્યું હતું. જો કે આ પહેલા જ આ ગીગા ફાઈબર પ્લાનની કિંમતો લીક થઇ ગઈ છે.

રિલાયન્સ જિયો ગીગા ફાઈબર પ્લાન લોન્ચ થતા પહેલા તેની કિંમત trak.in પર લીક થઇ ગઈ છે. લીક થયેલી કિંમતો બાદ સામે આવ્યું છે કે, જિયો ગીગા ફાઈબર પ્લાનની શરૂઆતની કિંમત ૫૦૦ રૂપિયાથી શરુ થશે.

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ગ્રાહકોને જિયો દ્વારા ૫૦૦ રૂપિયા, ૭૫૦ રૂપિયા, ૯૯૯ રૂપિયા, ૧૨૯૯ રૂપિયા અને ૧૫૦૦ રૂપિયાના પ્લાન ઉપલબ્ધ કરવવામાં આવશે.

Jio Gigafiber plans માત્ર ૫૦૦ રૂ.માં મળશે રિલાયન્સ JIOના ગીગા ફાઈબર નેટવર્કનો પ્લાન, કિંમત થઇ લીક

trak.in પર લીક થયેલા ગીગા ફાઈબર પ્લાન :  

૫૦૦ રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને ૩૦૦ GB ડેટા મળશે, જેની સ્પીડ ૫૦ mbps હશે અને આ પેકની સમય મર્યાદા ૩૦ દિવસની હશે.
૭૫૦ રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને ૫૦ mbps સ્પીડ સાથે ૪૫૦ GB ડેટા મળશે, જેની વેલિડિટી પણ ૩૦ દિવસની હશે.

૯૯૯ રૂપિયાના પ્લાનમાં ગીગા ફાઈબર યુઝર્સને ૬૦૦ GB ડેટા મળશે, જેની સ્પીડ ૧૦૦ mbps અને ૩૦ દિવસની સમય મર્યાદા સાથે આવશે.

૧૨૯૯ રૂપિયાના પ્લાનમાં જિયો ગીગા ફાઈબરમાં ૧૦૦ mbps સ્પીડ સાથે ૭૫૦ GB ડેટા મળશે, જેની વેલિડિટી પણ ૩૦ દિવસની હશે.

આ ઉપરાંત કંપની દ્વારા વધુ ડેટા યુઝ કરનારા ગ્રાહકો માટે પણ ૧૫૦૦ રૂપિયાનો પ્લાન લોન્ચ કરાયો છે. અ પ્લાનમાં યુઝર્સને ૧૦૦૦ GB ડેટા મળશે જેની સ્પીડ ૧૫૦ mbps હશે અને સમય મર્યાદા ૩૦ દિવસની હશે.

ગીગા ફાઈબર સર્વિસ માટે આ રીતે કરી શકો છો રજીસ્ટ્રેશન  

મહત્વનું છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની AGMમાં મુકેશ અંબાનીએ જાણકારી આપી હતી કે, જિયો ગીગાફાઈબર સર્વિસના ઈચ્છુક ગ્રાહકો જિયોની વેબસાઈટ અથવા તો માય જિયો એપ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

આ ઉપરાંત JIO ગીગા રાઉટર, જિયો ગીગા ટીવી સેટ ટોપ બોક્સનું પણ એલાન કરવા માટે જણાવ્યું હતું. સાથે સાથે કંપની દ્વારા દેશભરમાં ૧૧૦૦ શહેરોમાં જિયો ગીગાફાઈબર સર્વિસ પહોચાડવાની આશા જતાવી છે.