Not Set/ શેરબજાર ધડામ, સેન્સેક્સમાં ૮૦૦ પોઈન્ટના કડાકા સાથે રોકાણકારોના ૩ લાખ કરોડ રૂ. થયા સ્વાહા

મુંબઈ, અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં થઇ રહેલો સતત ઘટાડો અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મચેલી ઉથલ પાથલના કારણે શેરબજારમાં સતત બીજા દિવસે મોટો કડાકો થયો છે. ગુરુવારે સેન્સેક્સમાં BSE ઇન્ડેક્સમાં ૮૨૩.૧૩ પોઈન્ટના કડાકા સાથે ૩૫,૧૭૬.૭૮ અને નિફ્ટીમાં ૧૯૯.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૦૬૫૯.૧૮ ના સ્તર પર પહોચ્યો છે. બીજી બાજુ રોકાણકારો માટે શુક્રવારનો દિવસ “બ્લેક ફ્રાઈડે” તરીકે જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં થયેલા મોટા કડાકાની સીધી અસર રોકાણકારો પર પડી છે. દલાલ સ્ટ્રીટ પર […]

Top Stories Trending Business
sensex 1517921935 1 2 શેરબજાર ધડામ, સેન્સેક્સમાં ૮૦૦ પોઈન્ટના કડાકા સાથે રોકાણકારોના ૩ લાખ કરોડ રૂ. થયા સ્વાહા

મુંબઈ,

અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં થઇ રહેલો સતત ઘટાડો અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મચેલી ઉથલ પાથલના કારણે શેરબજારમાં સતત બીજા દિવસે મોટો કડાકો થયો છે.

ગુરુવારે સેન્સેક્સમાં BSE ઇન્ડેક્સમાં ૮૨૩.૧૩ પોઈન્ટના કડાકા સાથે ૩૫,૧૭૬.૭૮ અને નિફ્ટીમાં ૧૯૯.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૦૬૫૯.૧૮ ના સ્તર પર પહોચ્યો છે.

Sensex BSE 2017 1 1 1 1 1 1 શેરબજાર ધડામ, સેન્સેક્સમાં ૮૦૦ પોઈન્ટના કડાકા સાથે રોકાણકારોના ૩ લાખ કરોડ રૂ. થયા સ્વાહા
business-stock-market-declines-sensex-falls-800-points-investors-wealth-rs-3-13lakh-crore-wiped-out

બીજી બાજુ રોકાણકારો માટે શુક્રવારનો દિવસ બ્લેક ફ્રાઈડે તરીકે જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં થયેલા મોટા કડાકાની સીધી અસર રોકાણકારો પર પડી છે. દલાલ સ્ટ્રીટ પર રોકાણકારોના ૩.૧૩ કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા છે.

તુર્કીમાં ચાલી રહેલું સંકટ અને ટ્રેડવોર છે મુખ્ય કારણ

તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ઈમરજિંગ ઈકોનોમીને લઈ રોકાણકારો રૂપિયામાં હવે રોકાણ કરવાથી બચી રહ્યા છે, તેની સીધી જ અસર ડોલરની ડિમાંડ વધવાના કારણે રૂપિયો સતત કમજોર થઈ રહ્યો છે.

આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરની પણ નોધપાત્ર અસર રૂપિયા પર જોવા મળી રહી છે.

બીજી બાજુ અમેરિકી ડોલરની સામે ભારતીય રૂપિયામાં પણ ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે. સોમવારે રૂપિયો ૭૩.૬૨ના નીચલા સ્તર પર પહોચી ગયો છે.