Not Set/ તનુશ્રીને નાના પાટેકર અને વિવેક અગ્નિહોત્રીએ લીગલ નોટિસ ફટકારી

મુંબઇ  તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ હજુ પણ ચર્ચામાં છવાયેલો છે. તનુશ્રીએ નાના પાટેકર અને વિવેક અગ્નિહોત્રીના આરોપ પછી તેને બે લીગલ નોટીસ મળી છે. એક્ટ્રેસ તરફથી આ વાતની પુષ્ટિ થઈ છે. તનુશ્રીને નાના પટેકર સિવાયના વિવેક અગ્નિહોત્રીએ લીગલ નોટિસ મોકલી છે. નોટીસ મળ્યા બાદ તનુશ્રીએ કહ્યું કે આ પજવણી સામે બોલવાનું પરિણામ છે. તનુશ્રીએ કહ્યું કે ભારતમાં, દમન […]

Trending Entertainment
md તનુશ્રીને નાના પાટેકર અને વિવેક અગ્નિહોત્રીએ લીગલ નોટિસ ફટકારી

મુંબઇ 

તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ હજુ પણ ચર્ચામાં છવાયેલો છે. તનુશ્રીએ નાના પાટેકર અને વિવેક અગ્નિહોત્રીના આરોપ પછી તેને બે લીગલ નોટીસ મળી છે. એક્ટ્રેસ તરફથી આ વાતની પુષ્ટિ થઈ છે. તનુશ્રીને નાના પટેકર સિવાયના વિવેક અગ્નિહોત્રીએ લીગલ નોટિસ મોકલી છે.

નોટીસ મળ્યા બાદ તનુશ્રીએ કહ્યું કે આ પજવણી સામે બોલવાનું પરિણામ છે. તનુશ્રીએ કહ્યું કે ભારતમાંદમન અને અન્યાય વિરૂધ્ધ બોલવા પર આ ઇનામ આપવામાં આવે છે.

Image result for Tanuishree dutta nana patekar Vivek Agnihotri

તનુશ્રી કહ્યું કે નાના અને વિવેક અગ્નિહોત્રીની ટીમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને અન્ય સાર્વજનિક જગ્યાએ જુઠ અને ગેરસમજ ફેલાવીને મને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમના સમર્થક આગળ આવી રહ્યા છે અને પ્રેસ કોન્ફરન્સમાં મારી સામે અવાજ ઉઠાવી રહ્યા છે.

તનુશ્રી વધુમાં જણાવ્યું કે હું જયારે ઘરે હતી ત્યારે મારા ઘરની બહાર તૈનાત પોલીસકર્મીઓ લંચ માટે ગયા ત્યારે બે અજ્ઞાત વ્યક્તિઓએ મારા ઘરમાં ઘુસવાની કોશિશ કરી પરંતુ ગાર્ડએ તેમને રોકી દીધા.

Image result for Tanuishree dutta nana patekar Vivek Agnihotri

મેનકાએ કહ્યું શોષણને સહન નથી..

કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ તનુશ્રી મામલા પર પૂછવામાં આવેલ એક સવાલ કહ્યું કે દેશમાં મહિલાઓના શોષણ સામે Me Too India અભિયાન ચલાવવું જોઈએ. મેનકા ગાંધીએ કહ્યું કે દેશમાં કોઈ પણ પ્રકારનું શોષણ સહન કરવામાં નહીં આવે. સરકારે પહેલ કરતા સોશિયલ મીડિયા પર ‘SHe BOx’ શરુ કર્યું છે. તેમાં શોષણ સામે મહિલા ફરિયાદ કરી શકે છે. આવા મામલામાં તાત્કાલિક પગલાં લેવામાં આવશે.

મેનકાએ વધુમાં જણાવ્યું કે દેશમાં શોષણ સામે અવાજ ઉઠવવો જોઈએ અને ‘Me Too India’ નામથી અભિયાન ચલાવું જોઈએ. જેમાં કોઈ પણ તબક્કે જો સ્ત્રી શોષણનો ભોગ બને તો તે અમને ફરિયાદ કરી કશે છે અને અમે તે બાબતની તપાસ કરીશું.

Image result for kendriya mantri maneka gandhi tnushree

અહીં જાણો શું છે મામલો…

10 વર્ષ પહેલા ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના સેટ પર તનુશ્રી દત્તાએ એવું કહીને ફિલ્મનું શુટિંગ કરવાનો ઇનકાર કર્યો હતો કે નાનાએ ડાન્સ સ્ટેપ બદલી દીધા છે જેથી તેઓ તનુશ્રીને સ્પર્શ કરી શકે. ત્યાર પછી કેટલાક બદામશ લોકો સેટ પર પહોંચ્યા અને તનુશ્રીની કારને નુકસાન પહોંચાડ્યું હતું.