Not Set/ રક્ષાબંધન પર ફ્લિપકાર્ટ દ્વારા શરુ કરાયો સુપર સેલ, ગ્રાહકોને મળશે બમ્પર છૂટ

નવી દિલ્હી, રક્ષાબંધનના ખાસ પર્વ પર અનેક ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા પોતાના સેલ શરુ કરવામાં આવ્યા છે, ત્યારે આ અવસરે દેશની અગ્રણી ઓનલાઈન કોમર્શિયલ સાઈટ્સ ફ્લિપકાર્ટ દ્વારા ૨૫ ઓગષ્ટથી એક દિવસનો સુપર સેલનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લિપકાર્ટ એક દિવસના સુપર સેલમાં ગ્રાહકોને સ્માર્ટફોન, લેપટોપ, TV અને કેમેરા જેવા ડિવાઈસ પર ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકશે. આ […]

Trending Business
PicsArt 06 19 03.59.45 રક્ષાબંધન પર ફ્લિપકાર્ટ દ્વારા શરુ કરાયો સુપર સેલ, ગ્રાહકોને મળશે બમ્પર છૂટ

નવી દિલ્હી,

રક્ષાબંધનના ખાસ પર્વ પર અનેક ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા પોતાના સેલ શરુ કરવામાં આવ્યા છે, ત્યારે આ અવસરે દેશની અગ્રણી ઓનલાઈન કોમર્શિયલ સાઈટ્સ ફ્લિપકાર્ટ દ્વારા ૨૫ ઓગષ્ટથી એક દિવસનો સુપર સેલનું આયોજન કરવામાં આવ્યું છે.

ફ્લિપકાર્ટ એક દિવસના સુપર સેલમાં ગ્રાહકોને સ્માર્ટફોન, લેપટોપ, TV અને કેમેરા જેવા ડિવાઈસ પર ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકશે. આ ઉપરાંત કંપનીના ખાસ પ્રોડક્ટ પર ૧૦ ટકા જેટલુ ડિસ્કાઉન્ટ લેવા માટે HDFC બેન્કની ભાગીદારી છે.

flipcart રક્ષાબંધન પર ફ્લિપકાર્ટ દ્વારા શરુ કરાયો સુપર સેલ, ગ્રાહકોને મળશે બમ્પર છૂટ

ફ્લિપકાર્ટના પ્લસ મેમ્બર ૨૪ ઓગષ્ટના રોજ ૯ PMથી કંપનીના સેલ પેજ પર એક્સેસ કરી શકશે. જયારે રેગ્યુલર કસ્ટમર ૨૫ ઓગષ્ટ રાત ૧૨ વાગ્યાથી જોઈ શકશે. આ સેલ દરમિયાન મળનારી કેટલીક ખાસ ડીલ્સની જાણકારી પણ વેબસાઈટ પર મુકવામાં આવી છે.

આ ડીલ્સમાં TV તેમજ અન્ય ડોમેસ્ટિક ઉપકરણો પર ૭૦ ટકા સુધીની છૂટ આપવામાં આવશે. સાથે સાથે લેપટોપ, ઓડિયો  ડિવાઈસ, કેમેરા અને અન્ય પ્રોડ્કટ પર પણ ૮૦ ટકાની છૂટનો ફાયદો ગ્રાહકો ઉઠાવી શકે છે.

કંપની Xiaomi Redmi 5A, ૫૫ ઈંચની Mi TV 4 અને ૫૫ ઈંચની iFFALCON 4K એન્ડ્રોઇડ સ્માર્ટ TVનીઓ ફ્લેશ સેલનું આયોજન કરાશે. સાથે સાથે આ ઈ-કોમર્સ કંપની મિડનાઈટથી લઇ ૨ AM સુધી રશ અવર ડીલ્સ પણ ઓફર કરશે.

કંપનીના જણાવ્યા મુજબ, દરેક ૮ કલાકમાં સ્માર્ટફોન અને ગેજેટ્સ પર સુપર ડીલ આપવામાં આવશે. જયારે દરેક કલાકે પ્રોડક્ટ કેટેગરી પર ૨૪ નવી ડીલ્સ પણ હાજર થશે.

આ ઉપરાંત ફર્નિચર, ફર્નિશિંગ અને કૂકવેયર પર ૮૦ ટકા સુધીની છૂટ ગ્રાહકોને મળશે. સેલ દરમિયાન બ્યુટી, ટોય, સ્પોર્ટ્સ અને બુક કેટેગરીમાં પણ પ્રોડક્ટ્સ પર અન ડિસ્કાઉન્ટ મળશે. આ તમામ પ્રોડક્ટની કિંમત ૯૯ રૂપિયાથી શરુ થશે. સાથે સાથે સેલમાં કપડા, ફ્રૂટવેર અને એસેસરિઝ ખરીદવા માંગો છો તો ગ્રાહકોને ૩૦ થી લઇ ૮૦ ટકા સુધીની છૂટનો ફાયદો મળશે.