Not Set/ ઓનલાઇન શોપીંગ કરનારાઓના અચ્છે દિન પુરા, આ રહ્યાં કારણો

અમદાવાદ, દેશમાં ઓનલાઇન શોપીંગ કારોબાર બદલાઇ રહ્યો છે. સરકારે ઇ-કોમર્સ કંપનીઓ પર જે નવા નિયમો લાગુ કર્યા છે.  ત્યારબાદ એક્સક્લુઝીવ ડીલ, કેશબેક અને બંપર ડિસકાઉન્ટ જેવી ચીજા ખતમ થઇ રહી છે. સરકારે ઇ કોમર્સ સેક્ટર માટે સીધા વિદેશી રોકાણની નીતિ હવે બદલાઇ ગઇ છે. જેના પરિણામ સ્વરૂપે એમેઝોન અને ફ્લીપકાર્ટ જેવી મોટી અને મહાકાય કંપનીઓને મોટો ફટકો […]

Business
online shopping future india ઓનલાઇન શોપીંગ કરનારાઓના અચ્છે દિન પુરા, આ રહ્યાં કારણો

અમદાવાદ,

દેશમાં ઓનલાઇન શોપીંગ કારોબાર બદલાઇ રહ્યો છે. સરકારે ઇ-કોમર્સ કંપનીઓ પર જે નવા નિયમો લાગુ કર્યા છે.  ત્યારબાદ એક્સક્લુઝીવ ડીલ, કેશબેક અને બંપર ડિસકાઉન્ટ જેવી ચીજા ખતમ થઇ રહી છે. સરકારે ઇ કોમર્સ સેક્ટર માટે સીધા વિદેશી રોકાણની નીતિ હવે બદલાઇ ગઇ છે. જેના પરિણામ સ્વરૂપે એમેઝોન અને ફ્લીપકાર્ટ જેવી મોટી અને મહાકાય કંપનીઓને મોટો ફટકો પડી ગયો છે.

ઇ-કોમર્સ પોલિસીના નવા નિયમો પહેલી ફેબ્રુઆરી 2019ના દિવસથી અમલી બની રહ્યા છે. સરકાર દ્રારા રીટેલ વેપારીઓનો ઓનલાઇન શોપીંગ સામે થઇ રહેલો ગુસ્સો શાંત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.ઓનલાઇન શોપીંગની સાઇટો તેમના ગ્રાહકોને માતબર ડિસ્કાઉન્ટ ઓફર કરતી હતી,જેની સામે રીટેલ વેપારીઓ સરકાર સામે રીતસર બગાવત પર ઉતરી આવ્યા હતા.

સરકારે પણ તેમની ઇ-કોમર્સ પોલિસીમાં ફેરફાર કરીને નવા કડક નિયમો બનાવવાની શરૂઆત કરી દીધી છે.સરકારની પોલીસીમાં કેટલાક નવા નિયમો ઉમેરી દેવામાં આવ્યા છે. જે મુજબ ઓનલાઇન શોપીંગ કંપનીઓ તેમના ગ્રાહકોને મોટું વળતર ચુકવી નહીં શકે. આની સાથે સાથે કોઇ ઇ-કોમર્સ સાઇટ પર કોઇ વેન્ડર કેટલી ચીજા વેચી શકે છે તે બાબત પઁણ નક્કી કરવામાં આવી છે. કેશબેક અને એક્સક્લુસિવ સેલ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આના કારણે ઇ-કોમર્સ સેક્ટરની કંપનીઓને પોતાના બિઝનેસ મોડલમાં ફેરફાર કરવાની ફરજ પડી શકે છે.

સરકારના નવા નિયમ મુજબ કોઇ ઇ-કોમર્સ પ્લેટફોર્મ કોઇ સપ્લાયરને ખાસ રાહત આપી શકશે નહીં. આ સુધારા કરવામાં આવ્યા બાદ કેશબેક, એક્સક્લુસિવ સેલ અથવા તો કોઇ પોર્ટલ પર એક બ્રાન્ડના લોંચ, એમેઝોન પ્રાઇમ અને ફ્લીપકાર્ટ ડીલ્સ જેવી સ્કીમો બંધ થઇ શકે છે.

ફ્લીપકાર્ટની નવી માલિક વોલમાર્ટ પોતે ઇ-કોમર્સ પ્લેટફોર્મમાં ચીજવસ્તુઓ વેચી શકશે નહીં. એ સિવાય નવી પોલિસીમાં એવો નિયમ રાખ્યો છે કે ઇ-કોમર્સ વેબસાઇટ્સ તેમના ગ્રાહકોને કેશબેક ઓફર નહીં કરી શકે. આ નિયમ પ્રમાણે ઓનલાઇન શોપીંગ પોર્ટલ તેમના એક વેપારી માટે અલગ સ્કીમ અને બીજા વેપારી માટે બીજી સ્કીમ નહીં મુકી શકે.આના કારણે એવું માનવામાં આવે છે કે કેશબેક ઓફર લગભગ બંધ થઇ જશે.

સરકારી અધિકારીઓ કહે છે કે ઇ-કોમર્સ પ્લેટફોર્મની સહયોગી યુનિટો તરફથી હાલમાં સતત ફરિયાદો મળી રહી હતી. નવા ફેરફાર કરવામા આવ્યા બાદ હવે નવી વ્યવસ્થા અમલી બની રહી છે. જેના ભાગરૂપે હવે ગ્રાહકોને પહેલાની જેમ ઇ-કોમર્સ સાઇટ્‌સ પર પૂર્ણ ડિસ્કાઉન્ટ મળી શકશે નહીં. આના કારણે રીટેલ સ્ટોર્સને ફાયદો થઇ શકે છે.

નવા નિયમ પ્રમાણે હવે કોઇ એક ઓનલાઇન શોપીંગ પોર્ટલ કોઇ એક પ્રોડક્ટનું માત્ર તેમના જ પોર્ટલ પર એક્ઝક્લુઝીવ લોન્ચ નહીં કરી શકે.જો કે બિઝનેસ ટુ બિઝનેસ ઇ-કોમર્સમાં સરકારે 100 ટકા એફડીઆઇને મંજુરી આપી દીધી છે.