Not Set/ શેરબજારમાં કડાકો/ સેન્સેક્સ 2002 અંક તૂટ્યો, નિફ્ટી 9293 પર બંધ

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ભારે કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 2002 અંક ઘટીને 31715 પર બંધ થયું. જ્યારે નિફ્ટી 566 અંક ઘટીને 9293 પર બંધ. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને ટેક મહિન્દ્રા સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા સ્ટીલ 8.18 ટકા ઘટી 274.05 પર કારોબાર કરી રહ્યો […]

Business
392bcfe3f75aea0763b5d3cde6d391c7 શેરબજારમાં કડાકો/ સેન્સેક્સ 2002 અંક તૂટ્યો, નિફ્ટી 9293 પર બંધ

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ભારે કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 2002 અંક ઘટીને 31715 પર બંધ થયું. જ્યારે નિફ્ટી 566 અંક ઘટીને 9293 પર બંધ. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને ટેક મહિન્દ્રા સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા સ્ટીલ 8.18 ટકા ઘટી 274.05 પર કારોબાર કરી રહ્યો છે.

ઈન્ડસઈન્ડ બેન્ક 8.02 ટકા ઘટી 430.45 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે બજાજ ફાઈનાન્સ 7.49 ટકા ઘટીને 2143.50 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 7.61 ટકા ઘટીને 504.55 પર કારોબાર કરી રહ્યો છે. જોકે સનફાર્મા 1.52 ટકા વધી 471.90 પર કારોબાર કરી રહ્યો છે.

તો બીજી તરફ બેંક નિફ્ટી પણ 1,790 પોઈન્ટના કડાકા સાથે 19,743 નજીક બંધ આવ્યો છે. બીએસઈ પણ મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 4.25 ટકા અને 3.14 ટકા પટકાઈને બંધ આવ્યા છે. આજે સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ ઓટો, ફાઈનાન્શિયલ સર્વિસેઝ, એફએમસીજી, આઈટી, મીડિયા, મેટલ, રિયલિટી, પીએસયૂ બેંક, પાઇવેટ બેંકના સ્ટોક ગગડીને સેટલ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.