Not Set/ વિવો દ્વારા ફ્રિડમ કાર્નિવલ સેલની કરાઈ શરૂઆત, આ ખાસ સ્માર્ટફોન પર મળશે એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટ

નવી દિલ્હી, ૧૫ મી ઓગષ્ટ, ૭૨માં સ્વતંત્રતા દિવસ પહેલા ગ્રાહકોને આકર્ષવવા માટે ફ્લિપકાર્ટ, એમેઝોન સહિતની ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા સેલ લાવવામાં આવી રહ્યા છે, ત્યારે હવે સ્માર્ટફોન કંપની વિવો દ્વારા પોતાના ફ્રિડમ કાર્નિવલ સેલની શરૂઆત કરવામાં આવી છે. વિવો દ્વારા આ સેલનું આયોજન ૭ થી ૯ ઓગષ્ટ દરમિયાન પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર કરવામાં આવી રહ્યું છે. […]

Trending Business
3c1a35ba 955d 11e8 bd6f વિવો દ્વારા ફ્રિડમ કાર્નિવલ સેલની કરાઈ શરૂઆત, આ ખાસ સ્માર્ટફોન પર મળશે એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટ

નવી દિલ્હી,

૧૫ મી ઓગષ્ટ, ૭૨માં સ્વતંત્રતા દિવસ પહેલા ગ્રાહકોને આકર્ષવવા માટે ફ્લિપકાર્ટ, એમેઝોન સહિતની ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા સેલ લાવવામાં આવી રહ્યા છે, ત્યારે હવે સ્માર્ટફોન કંપની વિવો દ્વારા પોતાના ફ્રિડમ કાર્નિવલ સેલની શરૂઆત કરવામાં આવી છે.

વિવો દ્વારા આ સેલનું આયોજન ૭ થી ૯ ઓગષ્ટ દરમિયાન પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ગ્રાહકોને ફ્લેશ ડીલ, એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટ, હોટ ડીલ્સ, કુપન્સ અને લકી ડ્રોની ઓફર પણ મળશે.

આ ઉપરાંત ગ્રાહકોને HDFC બેન્કના ક્રેડિટ કાર્ડ EMI સાથે ૫ ટકાનું વધારાનું કેશબેક પણ મળશે. સાથે સાથે ગ્રાહકોને કેટલાક ખાસ સ્માર્ટફોનની ખરીદી પર બ્લુટૂથ ઈયરફોન પણ આપવામાં આવશે, તેમજ ૧૨ મહિના સુધી નો કોસ્ટ EMI ઓપ્શન અને ૪૦૫૦ રૂપિયાનો ફાયદો જિયો દ્વારા અપાઈ રહ્યું છે.

03 08 2018 vivo freedom carnival 18274350 વિવો દ્વારા ફ્રિડમ કાર્નિવલ સેલની કરાઈ શરૂઆત, આ ખાસ સ્માર્ટફોન પર મળશે એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટ

વિવોના ફ્લેશ સેલની વાત કરવામાં આવે તો, આં ત્રણ દિવસમાં Vivo Nex અને Vivo V9 સ્માર્ટફોન ૧૯૪૭ રૂપિયામાં ઉપલબ્ધ છે. જો કે આ માટે દરરોજ બપોર ૧૨ વાગ્યાથી ફ્લેશ સેલના રૂપમાં વેચાણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, Vivo Nexની કિંમત માર્કેટમાં ૪૪,૯૯૦ રૂપિયા છે, જયારે Vivo V9ની કિંમત ૨૦,૯૯૦ રૂપિયા છે.

વિવોના એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટની વાત કરવામાં આવે તો Vivo Y66 ૮૯૯૦ રૂપિયામાં, Vivo Y55s ૮૪૯૦ રૂપિયામાં અને Vivo Y69 ૯૯૯૦ રૂપિયામાં વેચાણ કરાઈ રહ્યું છે. સાથે સાથે ફ્લેશ સેલ હેઠળ વિવોના XE100 ઈયરફોન ૭૨ રૂપિયામાં આ સેલના ત્રણ દિવસો માટે ઉપલબ્ધ રહેશે.