Not Set/ વોલ્કન ઇન્વેસ્ટમેન્ટસે આ કંપનીના ૩૩.૫ ટકા શેર ખરીદી સ્ટોક એક્સચેન્જમાં ડીલિસ્ટ કરવાની કરી જાહેરાત

લંડન,  અનિલ અગ્રવાલની વોલ્કન ઇન્વેસ્ટમેન્ટસે વેદાંતા રિસોર્સેઝ પીએલસીની ૩૩.૫ ટકા પબ્લિક શેરહોલ્ડિંગને ખરીદીને તેને લંડન સ્ટોક એક્સચેન્જ (એલએસઈ)થી ડીલિસ્ટ કરવાની યોજનાની જાહેરાત કરી છે. બ્રિટેન બેસ્ડ વેદાંતા રીસોર્સેજની વોલ્કન મેન હોલ્ડિંગ કંપની છે. આ ડીલ પર આ હોલ્ડિંગ કંપનીએ ૭૦૦૭ કરોડ રુપિયા ખર્ચ કરવા પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ, સૌથી પહેલા કંપનીની ડીલિસ્ટિંગ યોજનાની જાહેરાત એક અગ્રણી […]

Business
DhFD JsVAAEiWLc વોલ્કન ઇન્વેસ્ટમેન્ટસે આ કંપનીના ૩૩.૫ ટકા શેર ખરીદી સ્ટોક એક્સચેન્જમાં ડીલિસ્ટ કરવાની કરી જાહેરાત

લંડન, 

અનિલ અગ્રવાલની વોલ્કન ઇન્વેસ્ટમેન્ટસે વેદાંતા રિસોર્સેઝ પીએલસીની ૩૩.૫ ટકા પબ્લિક શેરહોલ્ડિંગને ખરીદીને તેને લંડન સ્ટોક એક્સચેન્જ (એલએસઈ)થી ડીલિસ્ટ કરવાની યોજનાની જાહેરાત કરી છે.

બ્રિટેન બેસ્ડ વેદાંતા રીસોર્સેજની વોલ્કન મેન હોલ્ડિંગ કંપની છે. આ ડીલ પર આ હોલ્ડિંગ કંપનીએ ૭૦૦૭ કરોડ રુપિયા ખર્ચ કરવા પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ, સૌથી પહેલા કંપનીની ડીલિસ્ટિંગ યોજનાની જાહેરાત એક અગ્રણી અંગ્રેજી બિઝનેસ સમાચાર પત્રએ આપી હતી.

વેદાંતા રીસોર્સેજના ચેરમેન અનિલ અગ્રવાલે જણાવ્યુ કે, “અમે વેદાંતા ગ્રુપના કોર્પોરેટ સ્ટ્રક્ચરને સહેલું બનાવવા માંગીએ છીએ. આ પગલુ એ જ દિશામાં ઉઠાવવામાં આવી રહ્યુ છે”. અગ્રવાલે વધુમાં જણાવ્યુ કે, “૨૦૦૩માં વેદાંતા રીસોર્સેજને લંડનમાં લિસ્ટ કરાવવામાં આવ્યુ હતુ અને તેના સારા પરિણામ મળ્યા”.

જો કે કંપનીના અંડરલાઈંગ બિઝનેસમાં ત્યારબાદ થયેલ ગ્રોથ, ભારતીય કેપિટલ માર્કેટ્‌સની મેચ્યોરીટી, આપણા અને અન્ય શેરહોલ્ડર્સથી મળેલ ફિડબેકને જાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, લંડનમાં અલગથી કંપનીને લિસ્ટેડ રાખવાની જરુર નથી અને આનાથી વેદાંતા ગ્રુપની રણનીતિક લક્ષ્યાંક મેળવી શકાશે નહીં.  આ ગ્રુપને ટ્રેક કરનાર માર્કેટ એનાલિસ્ટોએ ડીલિસ્ટિંગના નિર્ણયની પ્રશંસા કરી છે. તેમજ આ અહેવાલ સામે આવ્યા બાદ વેદાંતાના શેર કિંમતમાં ૨૬.૪ ટકા વધ્યો હતો. ,