Not Set/ WORLD ટોપ ૧૦ બ્રાંડ : ભારતની એકમાત્ર કંપનીએ આ યાદીમાં મેળવ્યું સ્થાન, ગુગલે પ્રાપ્ત કર્યું પ્રથમ સ્થાન, જુઓ

નવી દિલ્હી, દુનિયાભરમાં ટોચની અગ્રણી કંપની અને સર્ચ એન્જીન તરીકે માનતા ગુગલમાં માત્ર કામ કરવા માટે જ સારી કંપનીની સાથે સાથે દુનિયાની ટોપ બ્રાંડ છે તે વધુ એકવાર પુરવાર થયું છે. ઇક્વિટી ડેટાબેસ કંપની BrandZ દ્વારા આ વર્ષની દુનિયાભરની ટોચની બ્રાન્ડસની એક યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં સર્ચ એન્જીન ગુગલને પ્રથમ નંબર આપવામાં […]

Business
611208 hdfc bank WORLD ટોપ ૧૦ બ્રાંડ : ભારતની એકમાત્ર કંપનીએ આ યાદીમાં મેળવ્યું સ્થાન, ગુગલે પ્રાપ્ત કર્યું પ્રથમ સ્થાન, જુઓ

નવી દિલ્હી,

દુનિયાભરમાં ટોચની અગ્રણી કંપની અને સર્ચ એન્જીન તરીકે માનતા ગુગલમાં માત્ર કામ કરવા માટે જ સારી કંપનીની સાથે સાથે દુનિયાની ટોપ બ્રાંડ છે તે વધુ એકવાર પુરવાર થયું છે.

ઇક્વિટી ડેટાબેસ કંપની BrandZ દ્વારા આ વર્ષની દુનિયાભરની ટોચની બ્રાન્ડસની એક યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં સર્ચ એન્જીન ગુગલને પ્રથમ નંબર આપવામાં આવ્યો છે, જયારે આ લિસ્ટમાં ભારતની એક માત્ર કંપની સ્થાન મેળવવામાં સફળ રહી છે.

આ યાદીમાં ભારત તરફથી HDFC બેન્કે ૬૦મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. નોધનીય છે કે, આ પહેલા પણ ત્રણ વાર એચડીએફસી આ યાદીમાં સ્થાન મેળવી ચુકી છે. સૌથી પહેલા ૨૦૧૫માં HDFC બેન્કે આ યાદીમાં ૭૪મું સ્થાન મેળવ્યું હતું.

દુનિયાની ટોપ ગ્લોબલ બ્રાન્ડ્સની યાદીમાં ગુગલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જયારે બીજા નંબરે મોબાઈલ નિર્માતા કંપની એપલ અને ત્રીજા ક્રમાંકે એ-કોમર્સ કંપની એમેઝોન છે.

આ ઉપરાંત માઈક્રોસોફ્ટ ચોથા ક્રમાંકે રહી છે જયારે ટેન્સેન્ટ કંપનીએ પાંચમું સ્થાન હાંસલ કર્યું છે.

કેવી રીતે તૈયાર કરવામાં આવી યાદી

BrandZના જણાવ્યા અનુસાર, દુનિયાની ટોચની ૧૦૦ કંપનીઓની યાદી તૈયાર કરવા માટે દુનિયાભરના ૩૦ દેશોની ૧૦ હજાર અલગ-અલગ બ્રાન્ડ્સ પર ૨૦ લાખથી વધુ લોકો સાથે સંપર્ક સાધવામાં આવ્યો છે.

દુનિયાની ટોપ ૧૦ બ્રાન્ડ્સ :

૧. ગુગલ

૨. એપલ

૩. એમેઝોન

૪. માઈક્રોસોફ્ટ

૫. ટેન્સેન્ટ

૬. ફેસબુક

૭. વીઝા

૮. મેકડોનાલ્ડ

૯. અલીબાબા

૧૦. AT&T