Byelection/ આગામી મહિને મહાનગરપાલિકાની બે અને નગરપાલિકાની 29 બેઠકોની પેટાચૂંટણી

આગામી મહિને છઠ્ઠી ઓગસ્ટના રોજ મહાનગરપાલિકાની બે બેઠકો અને 18 નગરપાલિકાની 29 બેઠકોની પેટાચૂંટણી યોજાશે. આ ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ 17 જુલાઈ છે તો ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ છે.

Gujarat
Election Commission

આગામી મહિને છઠ્ઠી ઓગસ્ટના રોજ Byelection મહાનગરપાલિકાની બે બેઠકો અને 18 નગરપાલિકાની 29 બેઠકોની પેટાચૂંટણી યોજાશે. આ ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ 17 જુલાઈ છે તો ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ છે. ઉમેદવારીપત્રો ચકાસણીની તારીખ 24 જુલાઈ છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ 25જુલાઈ છે. જ્યારે મતદાનની Byelection તારીખ છ ઓગસ્ટ 2023 છે. જરૂર પડે તો પુનઃ મતદાનની તારીખ સાત ઓગસ્ટ છે અને મતગણતરીની તારીખ 8 ઓગસ્ટ 2023 છે.

આના પગલે આ બે મહાનગરપાલિકાઓ અને 18 નગરપાલિકાઓમાં Byelection કોઈપણ પ્રકારની ટ્રાન્સફર થઈ શકશે નહી. આ પેટાચૂટણી સિવાય તબીબી કારણો વગર ચૂંટણીના કામ સાથે જોડાયેલાઓની રજા મંજૂર નહી કરી શકાય. તેની સાથે ચૂંટણી કામગીરી સાથે જોડાયેલીની બદલી નહી કરી શકાય. જાહેર સાહસોમાં કોઈપણ પ્રકારની નિમણૂક નહી થઈ શકે. મતદારો પ્રભાવિત થાય તેવી કોઈ જાહેરાત કરી શકાશે નહી કે વચનો આપી શકાશે નહી. નાણાકીય પ્રલોભનો પણ નહીં આપી શકાય. કોઈપણ પ્રકારની ચૂકવણીઓ પણ નહી કરી શકાય.

આ પણ વાંચોઃ Lunavada Rain/ મહીસાગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગઃ લુણાવાડામાં પાંચ ઇંચ ખાબક્યો

આ પણ વાંચોઃ Central Ordinance/ સુપ્રીમ કોર્ટે વટહુકમ પર કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો, એલજીને પક્ષકાર બનવાનો આપ્યો નિર્દેશ 

આ પણ વાંચોઃ Kanwar Yatra 2023/  દેશ પર ફેલાયો આંતકી ખતરો, આતંકવાદીઓ કાવડિયાના વેશમાં ફેલાવી શકે છે આતંક; ચેતવણી જારી કરી

આ પણ વાંચોઃ Gujarat Reservoirs/ ગુજરાતમાં સીઝનના 43 ટકા વરસાદમાં 200 જળાશયો 70 ટકા ભરાયા

આ પણ વાંચોઃ China-Kindtergardenattack/ ચીનમાં નર્સરી સ્કૂલ પર હુમલામાં છના મોત અને એક ઇજાગ્રસ્ત