કૃષિ આંદોલન/ વીડિયો શેર કરીને રાહુલ ગાંધીએ માંગ્યુ જનતાનું સમર્થન

કૃષિ કાયદા સંદર્ભે ખેડૂતોનો વિરોધ પ્રદર્શન ચાલુ છે. શુક્રવારે કાયદાઓ પરના મડાગાંઠને સમાપ્ત કરવા ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે આઠમાં રાઉન્ડની વાટાઘાટો યોજાવાની છે…

India
Makar 71 વીડિયો શેર કરીને રાહુલ ગાંધીએ માંગ્યુ જનતાનું સમર્થન

કૃષિ કાયદા સંદર્ભે ખેડૂતોનો વિરોધ પ્રદર્શન ચાલુ છે. શુક્રવારે કાયદાઓ પરના મડાગાંઠને સમાપ્ત કરવા ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે આઠમાં રાઉન્ડની વાટાઘાટો યોજાવાની છે. સરકાર-કિસાન વાટાઘાટો પહેલા કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, સરકારે દેશનાં અન્નદાતાઓને પૂંજીપતિ મિત્રોનાં ફાયદા માટે છેતર્યા છે. તેમણે દેશવાસીઓને પણ ખેડૂતોને ટેકો આપવા અપીલ કરી છે.

વીડિયો શેર કરતા રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, “મોદી સરકારે તેમના પૂંજીપતિ મિત્રોનાં ફાયદા માટે દેશનાં અન્નદાતા સાથે દગો કર્યો છે. આંદોલન દ્વારા, ખેડૂતોએ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. અન્નદાતાઓનો અવાજ ઉઠાવવો અને તેમની માંગણીઓને ટેકો આપવો આપણા દરેકની ફરજ છે.” કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન શુક્રવારે પોતાના 44 માં દિવસમાં પ્રવેશી ગયું છે. ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે કૃષિ કાયદાઓને રદ કરવા અંગેની અત્યાર સુધીની વાર્તાલાભ નિરર્થક રહી છે. ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ કાયદાઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા કરતાં ઓછુ સ્વીકારવા તૈયાર નથી.

દરમિયાન, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ આજે કોઈ સમાધાન નિકાળવાની આશા રાખે છે. તેમણે કહ્યું, “હું આશા રાખું છું કે આજે વાતચીત સકારાત્મક વાતાવરણમાં થશે અને સમાધાન નિકળી જશે. વાતચીત દરમિયાન, બંને પક્ષે સમાધાન શોધવા માટે પગલા ભરવા પડશે.”

Odisha / CM નવીન પટનાયકને જાનથી મારી નાખવાનો મળ્યો પત્ર, તપાસનો આદેશ…

Covid-19 / દેશમાં કોરોનાનાં કેસોમાં સતત ઘટાડો, રિકવરી આંક પણ 1 કરોડને પ…

કૃષિ આંદોલન / સરકાર અને ખેડૂતો વચ્ચે વધુ એક બેઠક,  પ્રશ્નનો હલ લાવશે ખરા?…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો