Not Set/ ભારત-ચીન વિવાદને લઇને 2013 માં PM મોદીએ કરેલા ટ્વીટ પર કોંગ્રેસનો તંજ

લદ્દાખમાં ચીની સેના સાથે ચાલી રહેલા વિવાદ અંગે કોંગ્રેસ સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. કોંગ્રેસે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં એક જૂના ટ્વીટને ટાંકીને પ્રહાર કર્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે, ચીન સાથેની સરહદ પર પૂર્વની  સ્થિરતા પુનઃસ્થાપિત કરવી જોઈએ. આપને જણાવી દઇએ કે, સરહદ પર તણાવ ઓછો થવાના પ્રથમ સંકેત તરીકે, ચીની […]

India
27965223fbf84d4182faf2bf327fbf7c 3 ભારત-ચીન વિવાદને લઇને 2013 માં PM મોદીએ કરેલા ટ્વીટ પર કોંગ્રેસનો તંજ

લદ્દાખમાં ચીની સેના સાથે ચાલી રહેલા વિવાદ અંગે કોંગ્રેસ સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. કોંગ્રેસે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં એક જૂના ટ્વીટને ટાંકીને પ્રહાર કર્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે, ચીન સાથેની સરહદ પર પૂર્વની  સ્થિરતા પુનઃસ્થાપિત કરવી જોઈએ. આપને જણાવી દઇએ કે, સરહદ પર તણાવ ઓછો થવાના પ્રથમ સંકેત તરીકે, ચીની સેનાએ પૂર્વી લદ્દાખનાં કેટલાક વિસ્તારોમાંથી પોતાની સેનાને પાછી ખેંચવાની શરૂઆત કરી છે. આ અગાઉ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ અને ચીનનાં વિદેશ પ્રધાન વાંગ યી એ ટેલિફોન પર વાત કરી હતી જેમાં તેઓ એલએસીમાંથી સૈનિકો પરત ખેંચવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા સંમત થયા હતા.

કોંગ્રેસનાં મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કેટલાક ભૂતપૂર્વ રાજદ્વારીઓ અને ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓનાં નિવેદનોનાં સમાચાર ટાંકીને જણાવ્યું હતું કે, “વડા પ્રધાન, ચીન સાથે પૂર્વની સ્થિતીને પુનઃસ્થાપિત સુનિશ્ચિત કરવુ એ જ રાષ્ટ્રીય હિત છે. કૃપા કરીને તેમને સાંભળો.તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં મુખ્ય પ્રધાન હતા ત્યારે કરેલા એક ટ્વીટને રીટ્વીટ કરતા કહ્યુ, ‘વડા પ્રધાન, તમને તમારા શબ્દો યાદ છે? શું તમારા શબ્દોનો  કોઇ અર્થ નથી? શું જણાવશો કે હવે આપણી સેના આપણી સરહદથી કેમ પરત ફરી રહી છે? દેશ જવાબ માંગે છે.