Not Set/ વિકાસ દુબે એન્કાઉન્ટર પર રાહુલ ગાંધીનો ઇશારામાં કટાક્ષ, ‘ઘણા જવાબોથી સારી છે શાંતિ તેની’

ઉત્તર પ્રદેશનાં કાનપુર નજીક થયેલા વિકાસ દુબે એન્કાઉન્ટર કેસમાં એક પછી એક પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક ટ્વીટ કર્યું છે, જેને આ કેસ સાથે જોડીને દેખવામાં આવી રહ્યુ છે. રાહુલ ગાંધીએ ઇશારામાં વિકાસ દુબેનું એન્કાઉન્ટર કરીને ઘણા લોકોને બચાવવાનો આરોપ લગાવ્યો છે. જણાવી દઇએ કે, ગયા શુક્રવારે કાનપુરનાં બિકરુમાં […]

India
f25aa219b8805c4bfc7a3a92f5b1713b વિકાસ દુબે એન્કાઉન્ટર પર રાહુલ ગાંધીનો ઇશારામાં કટાક્ષ, 'ઘણા જવાબોથી સારી છે શાંતિ તેની'
f25aa219b8805c4bfc7a3a92f5b1713b વિકાસ દુબે એન્કાઉન્ટર પર રાહુલ ગાંધીનો ઇશારામાં કટાક્ષ, 'ઘણા જવાબોથી સારી છે શાંતિ તેની'

ઉત્તર પ્રદેશનાં કાનપુર નજીક થયેલા વિકાસ દુબે એન્કાઉન્ટર કેસમાં એક પછી એક પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક ટ્વીટ કર્યું છે, જેને આ કેસ સાથે જોડીને દેખવામાં આવી રહ્યુ છે. રાહુલ ગાંધીએ ઇશારામાં વિકાસ દુબેનું એન્કાઉન્ટર કરીને ઘણા લોકોને બચાવવાનો આરોપ લગાવ્યો છે. જણાવી દઇએ કે, ગયા શુક્રવારે કાનપુરનાં બિકરુમાં આઠ પોલીસ જવાનોની હત્યા થઈ ત્યારથી ફરાર ચાલી રહેલા વિકાસને રાજકીય સમર્થન મળવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં શાયરી લખી છે. તેમણે લખ્યું, ‘ ઘણા જવાબોથી સારી છે શાતિં તેની, ન જાણે કેટલા સવાલોની આબરુ રાખી લીધી. આપને જણાવી દઇએ કે, ઘણા વિપક્ષી નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે વિકાસ દુબેનું એન્કાઉન્ટર તેમની મદદ કરનારાઓને બચાવવા માટે કરવામાં આવ્યું છે.