Not Set/ તોડબાજ મહિલા PSI શ્વેતા જાડેજાને ક્રાઈમ બ્રાન્ચના DCPએ કરી સસ્પેન્ડ

35 લાખની લાંચ કેસમાં તોડબાજ મહિલા PSI શ્વેતા જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દિપેન ભદ્રને તોડબાજ મહિલા PSI શ્વેતા જાડેજાને સસ્પેન્ડ કરી છે. ઉલ્લેખનીય છે કે પીએસઆઈ શ્વેતા જાડેજા પર 35 લાખની લાંચ લેવાનો આરોપ છે. આ કેસ સંદર્ભે તેના વતન સહિત શ્વેતાના સંપર્કમાં આવેલા તમામ લોકોની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી […]

Ahmedabad Gujarat
b24cc35ce0cdba1ec8cc1aa19c2bb805 તોડબાજ મહિલા PSI શ્વેતા જાડેજાને ક્રાઈમ બ્રાન્ચના DCPએ કરી સસ્પેન્ડ
b24cc35ce0cdba1ec8cc1aa19c2bb805 તોડબાજ મહિલા PSI શ્વેતા જાડેજાને ક્રાઈમ બ્રાન્ચના DCPએ કરી સસ્પેન્ડ

35 લાખની લાંચ કેસમાં તોડબાજ મહિલા PSI શ્વેતા જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દિપેન ભદ્રને તોડબાજ મહિલા PSI શ્વેતા જાડેજાને સસ્પેન્ડ કરી છે. ઉલ્લેખનીય છે કે પીએસઆઈ શ્વેતા જાડેજા પર 35 લાખની લાંચ લેવાનો આરોપ છે. આ કેસ સંદર્ભે તેના વતન સહિત શ્વેતાના સંપર્કમાં આવેલા તમામ લોકોની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

જણાવી દઈએ, મહિલા PSIએ બળાત્કાર કેસના આરોપી પાસેથી 35 લાખ રૂપિયા પડાવ્યા હોવા મામલે કોર્ટે પીએસઆઈના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. પોલીસ તરફથી કોર્ટમાં મહિલાના સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. આ મામલે સરકારી વકીલના જણાવ્યા પ્રમાણે 35 લાખના લાંચ લીધાનો આક્ષેપ થયો છે તેમાંથી 20 લાખનો હિસાબ મળી ગયો છે. મહિલા વતી તેના સગાએ આંગડિયા મારફતે આ રકમ સ્વીકારી હતી.

નોધનીય છે કે, હાલમાં મળતી માહિતી મુજબ શ્વેતા જાડેજા તપાસમાં સહકાર આપી રહી નથી. અધિકારી સવાલ કરે તો કાયદો આપ જાણો જ છો. તેમ કહી વાતને ટાળી રહી હતી. મહત્વપૂર્ણ છે કે કેશોદ, પોરબંદર, ઉપલેટામાં આ લાંચ પ્રકરણમાં ટીમો તપાસ કરી હતી. મહિલા પીએસઆઇ શ્વેતા જાડેજાની ભરતી પ્રક્રિયાથી લઈને વર્તમાન પોસ્ટિંગ સુધીની મિલકત, વાહન, મોંઘી વસ્તુઓ અને મોબાઈલ સહિતની ખરીદ વેચાણની માહિતી તપાસ એજન્સી એકઠી કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.