Not Set/ Google ભારતમાં કરશે 10 અરબ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ, ડિજિટલ ઇન્ડિયાને આપશે વેગ

  સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે ગૂગલે ખૂબ જ મહત્વપૂર્ણ પગલા તરીકે ભારતમાં 10 અબજ યુએસ ડોલરનાં રોકાણની ઘોષણા કરી છે. ગૂગલનાં જણાવ્યા મુજબ આ મહત્વપૂર્ણ પગલુ સ્પષ્ટપણે રોકાણનાં સ્થળ તરીકે ભારતની નિખાલસતા અને આકર્ષણ દર્શાવે છે. ગૂગલ કહે છે કે, આ રોકાણ ‘ડિજિટલ ઇન્ડિયા‘ નાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ઉદ્દેશોને અમલમાં મૂકવામાં મદદ […]

India
a73cfb3b0af6413f33f9acceb17a8f87 Google ભારતમાં કરશે 10 અરબ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ, ડિજિટલ ઇન્ડિયાને આપશે વેગ
a73cfb3b0af6413f33f9acceb17a8f87 Google ભારતમાં કરશે 10 અરબ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ, ડિજિટલ ઇન્ડિયાને આપશે વેગ

 

સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે ગૂગલે ખૂબ જ મહત્વપૂર્ણ પગલા તરીકે ભારતમાં 10 અબજ યુએસ ડોલરનાં રોકાણની ઘોષણા કરી છે. ગૂગલનાં જણાવ્યા મુજબ આ મહત્વપૂર્ણ પગલુ સ્પષ્ટપણે રોકાણનાં સ્થળ તરીકે ભારતની નિખાલસતા અને આકર્ષણ દર્શાવે છે. ગૂગલ કહે છે કે, આ રોકાણ ડિજિટલ ઇન્ડિયાનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ઉદ્દેશોને અમલમાં મૂકવામાં મદદ કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૂગલનાં ચીફ એક્ઝિક્યુટિવ સુંદર પિચાઇએ સોમવારે વીડિયો કોલ પર વાતચીત કરી હતી, જે દરમિયાન તેઓએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જે દરમિયાન તેમણે અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પિચાઇની સાથે પોતાની આ વાતચીતની જાણકારી વડા પ્રધાન મોદીએ પોતે ટ્વીટ કરીને આપી. તેમણે લખ્યુ કે, આજે સવારે @sundarpichai સાથે મારી ફળદાયી વાતચીત થઈ. અમે ભારતનાં ખેડૂતો, યુવાનો અને ઉદ્યોગસાહસિકોનાં જીવનમાં પરિવર્તન લાવવા ટેકનોલોજીની શક્તિનાં ઉપયોગ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી.