ગુજરાત રાજ્યમાં ચોમાસાની મોસમ જામી છે. દિવસ ભરના બાફરાબાદ સાંજે શહેરમાં ભારે પવનના સુસવાટા સાથે વરસાદી વાતાવરણ જામ્યું હતું. સમગ્ર અમદાવાદમાં કાળાં ડિબાંગ વાદળો છવાઇ ગયા છે અને વરસાદે રૂદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું હતું તે દરમિયાન જ અમદાવાદના મોટા ભાગમાં વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદમાં સાંજના સમયે કાળા ભમ્મર વાદળો છવાતા ઓફિસથી નિકળેલા લોકોએ ઘરે પહોંચવા માટે ઉતાવળ કરી હતી તેમજ સાંજે 7 વાગ્યા પછી જૂના અમદાવાદમાં વરસાદ શરૂ થઇ ગયો હતો. હાલમાં સમગ્ર અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.
અમદાવાદના સાયન્સ સીટી અને ભાડજ વચ્ચે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વીજ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના પૂર્વમાં વરસાદને કારણે નારોલ થી નરોડા સુધી ના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે.
તો નારોલ-ઈશનપુર-વટવા-ઘોડાસર-જશોદાનગર-રામોલ-સી ટી એમ-ખોખરા-હાટકેસવર-અમરાઈવાડી-વસ્ત્રાલ-ઓઢવ-રખિયાલ-સરસપુર-ગોમતીપુર-નિકોલ-નરોડા સહિત ના વિસ્તારો મા સતત વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદ ને કારણે ગાંધીનગરમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે અને અનેક જ્ગ્યા એ વૃક્ષો પડવાની ઘટના સામે આવી છે. જેને કારણે રોડ બ્લોક થયા છે. અને ટ્રાફિક જામની ઘટના જોવા મળી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
