Not Set/ ઝારખંડનાં મુખ્યમંત્રી હેમંત સોરેનને મળી જાનથી મારી નાખવાની ધમકી

  ઝારખંડનાં મુખ્યમંત્રી હેમંત સોરેનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમને મેલ મોકલીને ધમકી આપવામાં આવી છે. સીએમ સોરેનને સલાહ આપતા કહેવામાં આવ્યું છે કે, જો નહી સુધરે તો તેમની હત્યા કરવામાં આવશે. ધમકી મળ્યા બાદ રાજ્યની વહીવટી કચેરીમાં ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર મામલાની તપાસ માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે. […]

India
ff7f5c7de2a9471247ce23b9c547eb76 ઝારખંડનાં મુખ્યમંત્રી હેમંત સોરેનને મળી જાનથી મારી નાખવાની ધમકી
ff7f5c7de2a9471247ce23b9c547eb76 ઝારખંડનાં મુખ્યમંત્રી હેમંત સોરેનને મળી જાનથી મારી નાખવાની ધમકી

 

ઝારખંડનાં મુખ્યમંત્રી હેમંત સોરેનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમને મેલ મોકલીને ધમકી આપવામાં આવી છે. સીએમ સોરેનને સલાહ આપતા કહેવામાં આવ્યું છે કે, જો નહી સુધરે તો તેમની હત્યા કરવામાં આવશે. ધમકી મળ્યા બાદ રાજ્યની વહીવટી કચેરીમાં ખળભળાટ મચી ગયો છે.

આ સમગ્ર મામલાની તપાસ માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે. સીઆઈડીએ એસઆઈટીને ઈ-મેલ મોકલનાર ગુનેગારની તુરંત ધરપકડ કરવા આધેશ આપ્યો છે. તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ કેસમાં રાંચીના સાયબર સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીઆઈડીએ તે ઇમેઇલ સરનામાંનું આઇપી એડ્રેસ કાઢી દીધુ છે અને તેના આધારે ગુનેગારોની શોધ ચાલી રહી છે.

હાલમાં વરિષ્ઠ અધિકારીઓની સૂચનાથી ગુપ્ત રીતે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તે જાણીતું હશે કે તાજેતરનાં દિવસોમાં, નકસલવાદીઓએ રાંચીમાં પગ પેસારો કર્યો હતો અને ત્યાં પોસ્ટરબાજી જેવી ઘટના સામે આવી છે. આ કિસ્સામાં, ટીમ દરેક પાસાની તપાસ કરી રહી છે. આ અગાઉ રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી રઘુબરદાસને પણ આવી ધમકીઓ મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.