Not Set/ ચીન સાથેનાં વિવાદનો ક્યારે આવશે અંત હુ તેની ગેરંટી આપી શકતો નથી : રાજનાથસિંહ

  ભારત-ચીન સરહદ વિવાદ વચ્ચે શુક્રવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બે દિવસની મુલાકાતે લદ્દાખ પહોંચ્યા હતા. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી સ્ટાફ જનરલ મનોજ મુકુંદ નરવાણે પણ તેમની સાથે હાજર છે. સંરક્ષણ પ્રધાને અહીં એલએસી ખાતે સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી અને જવાનોને સંબોધન કર્યું હતુ. રાજનાથસિંહે સૈનિકોને સંબોધન કરતાં કહ્યું કે, […]

India
9c3654729d6283002ca7446fb7065e8b ચીન સાથેનાં વિવાદનો ક્યારે આવશે અંત હુ તેની ગેરંટી આપી શકતો નથી : રાજનાથસિંહ
9c3654729d6283002ca7446fb7065e8b ચીન સાથેનાં વિવાદનો ક્યારે આવશે અંત હુ તેની ગેરંટી આપી શકતો નથી : રાજનાથસિંહ

 

ભારત-ચીન સરહદ વિવાદ વચ્ચે શુક્રવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બે દિવસની મુલાકાતે લદ્દાખ પહોંચ્યા હતા. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી સ્ટાફ જનરલ મનોજ મુકુંદ નરવાણે પણ તેમની સાથે હાજર છે. સંરક્ષણ પ્રધાને અહીં એલએસી ખાતે સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી અને જવાનોને સંબોધન કર્યું હતુ. રાજનાથસિંહે સૈનિકોને સંબોધન કરતાં કહ્યું કે, રાષ્ટ્રીય સ્વાભિમાન સર્વોપરી છે. આપણે આપણા રાષ્ટ્રીય સ્વાભિમાન સાથે સમાધાન કરી શકતા નથી.

રાજનાથસિંહે કહ્યું કે, જો કોઈ આપણા સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરશે તો તેને યોગ્ય જવાબ આપવામાં આવશે. આજે હું તમને મળીને આનંદ અનુભવું છું, મારા મનમાં એક વેદના પણ છે, તાજેતરમાં ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે જે કંઇ બન્યું, તેમા આપણા કેટલાક સૈનિકોએ બલિદાન આપતા પોતાની સીમાની રક્ષા કરી. હું તેમને ખોયા બદલ દિલગીર છું અને તમને મળીને આનંદ અનુભવુ છુ, હું તેમને શ્રદ્ધાંજલિ આપું છું.

રાજનાથસિંહે કહ્યું કે, ભારત અને ચીન આર્મીનાં સૈનિકો વચ્ચે તાજેતરમાં જે કંઇ બન્યું તે હું કહી શકું છું કે તમે ભારતની સરહદનું જ રક્ષણ કર્યું નથી, પરંતુ 130 કરોડ ભારતીઓનાં સન્માનનું પણ રક્ષણ કર્યું છે. આપણે અશાંતિ નથી માંગતા, શાંતિ જોઈએ છે. આપણે ક્યારેય વિશ્વનાં કોઈ પણ દેશનાં સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો નથી, પરંતુ જો વિશ્વની કોઈ પણ શક્તિ આપણા સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરે છે, તો આપણે તેને કોઈ પણ સંજોગોમાં સહન કરીશું નહીં.