Not Set/ રાજસ્થાનની ગેહલોત સરકારને ઉથલાવવાના કાવતરા મામલે SOG એ સંજય જૈનની કરી ધરપકડ

રાજસ્થાનમાં રાજકીય ધમાસાણ દરરોજ નવો વળાંક લઈ રહ્યો છે. ધારાસભ્યોની ખરીદી સંબંધિત કથિત ઓડિઓ ટેપ રેકોર્ડિંગ કેસમાં રાજસ્થાન પોલીસની વિશેષ ટાસ્ક ફોર્સ (એસઓજી) એ મોટી કાર્યવાહી કરી છે. એસઓજી શુક્રવારે રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારને અસ્થિર બનાવવા ધારાસભ્યોની ખરીદી માટે ઓડિઓ ટેપમાં કથિત રીતે નામ આવવા પર ભાજપના નેતા સંજય જૈનની ધરપકડ કરવામાં આવી છે. એડિશનલ […]

India Uncategorized
8b9ca7aee2dda912e691cc3c423ca9b3 1 રાજસ્થાનની ગેહલોત સરકારને ઉથલાવવાના કાવતરા મામલે SOG એ સંજય જૈનની કરી ધરપકડ

રાજસ્થાનમાં રાજકીય ધમાસાણ દરરોજ નવો વળાંક લઈ રહ્યો છે. ધારાસભ્યોની ખરીદી સંબંધિત કથિત ઓડિઓ ટેપ રેકોર્ડિંગ કેસમાં રાજસ્થાન પોલીસની વિશેષ ટાસ્ક ફોર્સ (એસઓજી) એ મોટી કાર્યવાહી કરી છે. એસઓજી શુક્રવારે રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારને અસ્થિર બનાવવા ધારાસભ્યોની ખરીદી માટે ઓડિઓ ટેપમાં કથિત રીતે નામ આવવા પર ભાજપના નેતા સંજય જૈનની ધરપકડ કરવામાં આવી છે.

એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (એટીએસ અને એસઓજી) અશોક રાઠોડે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઓડિઓ રેકોર્ડિંગના આધારે નોંધાયેલા એફઆઈઆર અંગે પૂછપરછ કરતાં જૈનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ગુરુવાર અને શુક્રવારે પૂછપરછ બાદ જૈનની ધરપકડ કરવામાં આવી હતી. એસઓજીએ શુક્રવારે ધારાસભ્યોની ખરીદી અને કથિત ઓડિયો ટેપ રેકોર્ડિંગ કેસ માટે ભારતીય દંડ સંહિતાની કલમ 124 એ (રાજદ્રોહ) અને 120 બી (ષડયંત્ર) હેઠળ બે એફઆઈઆર નોંધી હતી.

ગેહલોત સરકારને ગબડવાના કથિત ષડયંત્રવાળી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ત્રણ ઓડિઓ ટેપમાં કોંગ્રેસના ધારાસભ્યો ભંવર લાલ શર્મા, ગજેન્દ્ર સિંહ અને સંજય જૈન વચ્ચે કથિત વાતચીત સામે તપાસની માંગને લઈને કોંગ્રેસના વડા વ્હીપ મહેશ જોશી તરફથી રાજદ્રોહનો કેસ દાખલ કરાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.