Not Set/ અમદાવાદ/ ધોળકામાં આવેલી કંપનીમાં ગેસ ગળતરથી 4 કામદારોના મોત

અમદાવાદ ખાતે આજે ફરીવાર ગેસ ગળતરની ઘટના સામે આવી છે. વટવા બાદ હવે ધોળકા ખાતે આવેલી ચીરિપાલ ઇન્ડ. એસ્ટેટમાં ગેસ ગળતરની ઘટના બની છે. જેમાં ચાર કામદારોના ઘટના સ્થળે મોત થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ધોળકા તાલુકાના સિમેજ – ધોળી ગામ વચ્ચે આવેલ ચિરીપાલ ગ્રુપની કંપનીમાં ઝેરી ગેસ લીકની ઘટના બની છે. જેને લઈને કામદારોમાં […]

Ahmedabad Gujarat
83fa6ff759fa9e3b1f57a5af71939a02 અમદાવાદ/ ધોળકામાં આવેલી કંપનીમાં ગેસ ગળતરથી 4 કામદારોના મોત
83fa6ff759fa9e3b1f57a5af71939a02 અમદાવાદ/ ધોળકામાં આવેલી કંપનીમાં ગેસ ગળતરથી 4 કામદારોના મોત

અમદાવાદ ખાતે આજે ફરીવાર ગેસ ગળતરની ઘટના સામે આવી છે. વટવા બાદ હવે ધોળકા ખાતે આવેલી ચીરિપાલ ઇન્ડ. એસ્ટેટમાં ગેસ ગળતરની ઘટના બની છે. જેમાં ચાર કામદારોના ઘટના સ્થળે મોત થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ધોળકા તાલુકાના સિમેજ – ધોળી ગામ વચ્ચે આવેલ ચિરીપાલ ગ્રુપની કંપનીમાં ઝેરી ગેસ લીકની ઘટના બની છે. જેને લઈને કામદારોમાં અફરાતફરીમચી ગઈ હતી. ગેસ ગળતરની ઘટનાને પગલે કંપનીમાં કામ કરી રહેલા 4 કામદારોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા.

ધોળી ઇન્ટીગ્રેટેડ સ્પ્રીનિંગ પાર્કમાં થેયલી આ દૂર્ઘટનામાં 4 લોકોના મોત થયાં હોવાના પ્રાથમિક સમાચાર મળી રહ્યા છે. ઘટનામાં 1 વ્યક્તિને બચાવવા જતા અન્ય 3 કામદારોનું ગેસ ગળતરથી મોત થયું છે.

કંપની દ્વારા ઝેરી કેમિકલ વાળું પાણી છોડાતુ હોવાનો આક્ષેપ પહેલા પણ થઇ ચુક્યા છે. તો કંપની બહાર ગેરકાયદેસર તળાવ બનાવી પાણી છોડી રહી હોવાનું પણ સામે આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે સવારે અમદાવાદના વટવા GIDCમાં ભૂગર્ભ ટાંકી (વેસલ)ની સફાઇ માટે ઉતરેલાં બે શ્રમિકોનાં ગેસ ગળતરની ઘટના થી મોત નીપજ્યાં હતા. આ મામલે કંપનીનાં બે માલિક સહિત ત્રણ સામે ગુનો નોંધાયો છે. વટવા GIDCમાં ગેસ ગળતરની ઘટના નવી વાત નથી પરંતુ વારંવાર આવી ઘટના બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.