Not Set/ અમદાવાદ/ AMTS અને BRTSના કર્મચારીઓનો હવે કરવામાં આવશે કોરોના ટેસ્ટ

કોરોના મહામારી સમગ્ર વિશ્વ માટે એક પડકાર બની છે. આવામાં રાજ્યનુ સમગ્ર તંત્ર દિવસ રાત ખડે પગે ફરજ બજાવે છે. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ પણ અમદાવાદ જિલ્લામાં આ મહામારીનું સંક્રમણ ન વધે તે માટે સર્વગ્રાહી પગલાં લીધા છે. અમદાવાદ શહેરની ફરતે ગામડાઓમાં પ્રવેશ થાય છે એવી 8 ચેક પોસ્ટ પર લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહી […]

Ahmedabad Gujarat
31d51b65a1b8ab789e67d2eef2c6e759 અમદાવાદ/ AMTS અને BRTSના કર્મચારીઓનો હવે કરવામાં આવશે કોરોના ટેસ્ટ
31d51b65a1b8ab789e67d2eef2c6e759 અમદાવાદ/ AMTS અને BRTSના કર્મચારીઓનો હવે કરવામાં આવશે કોરોના ટેસ્ટ

કોરોના મહામારી સમગ્ર વિશ્વ માટે એક પડકાર બની છે. આવામાં રાજ્યનુ સમગ્ર તંત્ર દિવસ રાત ખડે પગે ફરજ બજાવે છે. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ પણ અમદાવાદ જિલ્લામાં આ મહામારીનું સંક્રમણ ન વધે તે માટે સર્વગ્રાહી પગલાં લીધા છે. અમદાવાદ શહેરની ફરતે ગામડાઓમાં પ્રવેશ થાય છે એવી 8 ચેક પોસ્ટ પર લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહી છે.

આપને જણાવી દઈએ કે અમદાવાદમાં સુપરસ્પ્રેડર બાદ AMTS અને સેન્ટ્રલ વર્કશોપના કર્મચારીઓના કોવિડ ટેસ્ટ કરાયા. જમાલપુર સ્થિત ટ્રેઇનિંગ સેન્ટર ખાતે કોરોનાના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. આગામી એક સપ્તાહ દરમિયાન પાંચ હજાર જેટલા કર્મચારીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે.

AMTS-BRTS ના ડ્રાઇવર અને વર્કશોપમાં કાર્યરત કર્મચારીઓના ટેસ્ટ શરૂ થઈ ગયા. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેવા કર્મચારીઓને હોસ્પિટલમાં અથવા કોવિડ કેર સેન્ટરમાં ખસેડવામાં આવશે.

 જણાવી દઈએ, અમદાવાદ શહેરમાંથી ગામડાઓમાં થતી અવરજવરને નિયંત્રિત કરવા ગામડાઓમાં પ્રવેશ તો નિયંત્રિત કરાયો જ છે પરંતુ જીવનજરૂરી ચીજવસ્તુઓ તથા અન્ય જરૂરિયાતની વસ્તુઓની હેરફેર કરતા લોકોને પણ ગામડાઓમાં પ્રવેશ સમયે સ્ક્રિનિંગ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.