Not Set/ Twitter પર PM મોદીના થયા 6 કરોડ ફોલોઅર્સ, દુનિયાના ત્રીજા સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ભારતની સાથે સાથે વિદેશમાં પણ ઘણી વધારે છે. સામાન્ય લોકોમાં વાસ્તવિક લોકપ્રિયતાની સાથે, વર્ચ્યુઅલ વિશ્વમાં એટલે કે સોશિયલ મીડિયામાં પણ તે સમાન રીતે પસંદ અને ફોલો કરવામાં  આવે છે. આ જ ક્રમમાં પીએમ મોદીએ બીજું સ્થાન હાંસલ કર્યું છે. સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટ્વિટર પર, પીએમ મોદીના 60 મિલિયનથી વધુ એટલે […]

Uncategorized
7c51679de6cb5844a528017edc651a8f 1 Twitter પર PM મોદીના થયા 6 કરોડ ફોલોઅર્સ, દુનિયાના ત્રીજા સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ભારતની સાથે સાથે વિદેશમાં પણ ઘણી વધારે છે. સામાન્ય લોકોમાં વાસ્તવિક લોકપ્રિયતાની સાથે, વર્ચ્યુઅલ વિશ્વમાં એટલે કે સોશિયલ મીડિયામાં પણ તે સમાન રીતે પસંદ અને ફોલો કરવામાં  આવે છે. આ જ ક્રમમાં પીએમ મોદીએ બીજું સ્થાન હાંસલ કર્યું છે. સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટ્વિટર પર, પીએમ મોદીના 60 મિલિયનથી વધુ એટલે કે અથવા 6 કરોડથી વધુ ફોલોઅર્સ છે.

 પીએમ મોદી સોશિયલ મીડિયા પર સતત સક્રિય છે અને કેન્દ્ર સરકારની યોજનાઓ અને વિદેશી નેતાઓ સાથે પણ સતત સંકળાયેલા છે. ટ્વિટર પર પીએમ મોદીની સક્રિયતા એ પુરાવો છે કે તેઓ આ મંચ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા ભારતીય વ્યક્તિત્વ છે.

પીએમ મોદીએ રવિવારે ટ્વિટર પર 6 કરોડ ફોલોઅર્સ થઇ ગયા છે. મોદી બાદ બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન બીજા સ્થાન પર છે , જેમના 43.4 મિલિયન એટલે કે 4.34  કરોડ ફોલોઅર્સ છે.

EdRQiYDXsAA2wFw 1 Twitter પર PM મોદીના થયા 6 કરોડ ફોલોઅર્સ, દુનિયાના ત્રીજા સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતા

ત્રીજા સૌથી વધુ ફોલો કરવામાં આવતા રાજનેતા

બીજી બાજુ ભારતના વડા પ્રધાન વિશ્વભરમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતા ટ્વિટર એકાઉન્ટ્સની સૂચિમાં 15 મા ક્રમે છે. આ કેસની ટોચ પર યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા છે, જેમના 120 મિલિયન એટલે કે 120 કરોડથી વધુ ફોલોઅર્સ છે. જોકે, રાજકારણીઓની દ્રષ્ટિએ મોદી ત્રીજા ક્રમે છે. પ્રથમ નંબરમાં ઓબામા અને બીજા નંબરના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (83.7 મિલિયન) છે.

ટ્વિટર સિવાય, પીએમ મોદી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, લિંક્ડઇન જેવા અન્ય સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર પણ સક્રિય છે અને તેમણે ફોલો કરનાર લોકોની સંખ્યા ઘણી વધારે છે. ઇન્સ્ટાગ્રામ પર મોદીના 45.5 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે ફેસબુક પર પણ તેમના પેજને 45 કરોડથી વધુ લાઈક્સ મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.