Not Set/ UP ની કોવિડ-19 હોસ્પિટલની બેદરકારી, વોર્ડમાં છત પરથી પડવા લાગ્યું વરસાદી પાણી, જુઓ વીડિયો

  એક તરફ, કોરોનાવાયરસનાં વધતા જતા કેસો અને બીજી તરફ સિસ્ટમોનો અભાવ આપણા માટે કોવિડ-19 ની લડાઇને વધુ મુશ્કેલ બનાવી રહ્યું છે. ઉત્તર પ્રદેશનાં બરેલીની એક કોવિડ હોસ્પિટલનો એક આવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં વરસાદી પાણી વોર્ડની અંદર ઝડપથી પડતુ જોવા મળી રહ્યુ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે અહીં હોસ્પિટલ વહીવટનો એક […]

India
74bba1f9db4f57fde21b0d477efca606 1 UP ની કોવિડ-19 હોસ્પિટલની બેદરકારી, વોર્ડમાં છત પરથી પડવા લાગ્યું વરસાદી પાણી, જુઓ વીડિયો

 

એક તરફ, કોરોનાવાયરસનાં વધતા જતા કેસો અને બીજી તરફ સિસ્ટમોનો અભાવ આપણા માટે કોવિડ-19 ની લડાઇને વધુ મુશ્કેલ બનાવી રહ્યું છે. ઉત્તર પ્રદેશનાં બરેલીની એક કોવિડ હોસ્પિટલનો એક આવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં વરસાદી પાણી વોર્ડની અંદર ઝડપથી પડતુ જોવા મળી રહ્યુ છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે અહીં હોસ્પિટલ વહીવટનો એક પણ વ્યક્તિ દેખાતો નથી. આસપાસ હાજર દર્દીઓ પરેશાન જોવા મળી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ વીડિયો બરેલીની એક ખાનગી મેડિકલ કોલેજનો છે. આ ઘટના અંગે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનું કહેવું છે કે, વીડિયોની માહિતી મળતા જ વહીવટી તંત્રએ હોસ્પિટલ વિશે માહિતી લીધી. એક વહીવટી કર્મચારી પણ હોસ્પિટલમાં હાજર હતા. તેમણે કહ્યું કે, હોસ્પિટલ બિલ્ડિંગમાં ચાલી રહેલા કામ દરમિયાન ત્યાંની પ્લમ્બિંગ સિસ્ટમ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે વરસાદનું પાણી છત પરથી નીચે પડવા લાગ્યું હતું.