Not Set/ સહમતી પછી પણ ચીનની પીછેહટ કરવામાં દગડાઇ, હજુ પણ ફિંગર-5 થી 8 નો વિસ્તાર કબજામાં…

લશ્કરી સેનાપતિઓ વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીતના એક અઠવાડિયા પછી પણ, પેંગોંગ તળાવ વિસ્તારમાં ભારતીય અને ચીની સેના વચ્ચે મુકાબલો થવાની સ્થિતિ યથાવત છે. ચીની આર્મી ફિંગર -5 વિસ્તારમાં ઉભુ છે અને છેલ્લા છ દિવસમાં તેના પીછેહઠના સંકેત મળ્યા નથી. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે પેંગોંગ વિસ્તારમાં સ્થિતિ પહેલાની જેમ જ રહી છે. ચીની સેના ફિંગર -4 વિસ્તારથી પાછળ હટી છે પરંતુ […]

Uncategorized
3527b3d1fd76f5823000ebd5a44fa41c 1 સહમતી પછી પણ ચીનની પીછેહટ કરવામાં દગડાઇ, હજુ પણ ફિંગર-5 થી 8 નો વિસ્તાર કબજામાં...

લશ્કરી સેનાપતિઓ વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીતના એક અઠવાડિયા પછી પણ, પેંગોંગ તળાવ વિસ્તારમાં ભારતીય અને ચીની સેના વચ્ચે મુકાબલો થવાની સ્થિતિ યથાવત છે. ચીની આર્મી ફિંગર -5 વિસ્તારમાં ઉભુ છે અને છેલ્લા છ દિવસમાં તેના પીછેહઠના સંકેત મળ્યા નથી. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે પેંગોંગ વિસ્તારમાં સ્થિતિ પહેલાની જેમ જ રહી છે. ચીની સેના ફિંગર -4 વિસ્તારથી પાછળ હટી છે પરંતુ તે હજી પણ ફિંગર -5 થી ફિંગર -8નો વિસ્તાર હાલ પણ તેના નિયંત્રણમાં જ છે.

14 જુલાઈના રોજ લશ્કરી કમાન્ડરોની મેરેથોન બેઠકમાં પેંગોંગ વિસ્તારના સ્ટેન્ડ ઓફ વિશે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આમાં, બંને સૈન્ય સંઘર્ષ ઘટાડવા અને પીછેહટ માટે સંમત થયા હતા. જો કે, તે સંમતિ પેંગોંગ વિસ્તારમાં જમીન સ્તર પર અમલી જણાતું નથી.

સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, જોકે ચીની સેના ગલવાન ખીણ, ગોગરા, હોટ સ્પ્રિંગ્સ અને ફિંગર -4 ના ચાર વિસ્તારોમાંથી પીછેહટ કરી ચૂકી છે, પરંતુ આખા ફિંગર વિસ્તારમાંથી તેની પીછેહટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડેપ્સસંગમાં મોટી સંખ્યામાં ચીની સેનાની તૈનાતી પણ ચિંતાજનક છે. સુરક્ષા દળો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, ચીની સૈન્ય હાલ પણ ભારતીય  ક્ષેત્રમાં હાજર છે અને તે ચીની હોવાનો દાવો કરે છે તેવા ફિંગર વિસ્તારની ચિંતા વધુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે ચીનના ઠંડા વલણને કારણે આગામી કેટલાક દિવસોમાં સૈન્ય અથવા રાજદ્વારી સ્તરે કેટલીક વધુ બેઠકો યોજાય તેવી સંભાવના છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉની બેઠકોમાં, ચીની સેના પીછેહટ કરી છે તેવા વિસ્તારોમાંથી હજી વધુ પાછા ખેંચવાની સંમતિ આપી હતી. પરંતુ આ દિશામાં કોઈ પ્રગતિ થઈ નથી. ખરેખર, ચીની સેનાએ ગલવાન ખીણ, ગોગરા, હોટ સ્પ્રિંગ્સ વગેરે ક્ષેત્રોમાં આશરે બે-ત્રણ કિ.મી.ની પીછેહઠ કરી છે, પરંતુ તે જ્યાં છે ત્યાંથી પીછેહઠ કરવી પડશે. છેલ્લી બેઠકમાં પણ આ અંગે સહમતી થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews