Not Set/ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો કઈ તારીખે કોની પરીક્ષા યોજાશે…

ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજી અને પીજીની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. બે  તબક્કામાં ઓફલાઈન પરીક્ષા લેવાશે. પરીક્ષાનો સમય 2 કલાકનો રહેશે. અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. રાજ્ય બહારના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ૨૧મી ઓગસ્ટથી પીજી, બીએડ, એલએલબી વગેરે કોર્સની અને ૩૧મી ઓગસ્ટથી બીકોમ, બીએ, બીબીએ, બીએસસી, બીસીએ વગેરે કોર્સની […]

Ahmedabad Gujarat
16d0fb3f8068d779b46eaab426edfbab ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો કઈ તારીખે કોની પરીક્ષા યોજાશે...
16d0fb3f8068d779b46eaab426edfbab ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો કઈ તારીખે કોની પરીક્ષા યોજાશે...ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજી અને પીજીની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. બે  તબક્કામાં ઓફલાઈન પરીક્ષા લેવાશે. પરીક્ષાનો સમય 2 કલાકનો રહેશે. અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. રાજ્ય બહારના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપશે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ૨૧મી ઓગસ્ટથી પીજી, બીએડ, એલએલબી વગેરે કોર્સની અને ૩૧મી ઓગસ્ટથી બીકોમ, બીએ, બીબીએ, બીએસસી, બીસીએ વગેરે કોર્સની પરીક્ષા શરૂ કરવામાં આવશે. આશરે ૭૦ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓને ઓનલાઇન, ઓફલાઇન અને સ્પેશિયલ પરીક્ષા ત્રણ વિકલ્પ મળશે. યુજીમાં સેમેસ્ટર-૬ અને પીજીમાં સેમેસ્ટર-૪ની પરીક્ષા લેવાશે.

ઓનલાઇન પરીક્ષામાં એમસીક્યૂનો વિકલ્પ મળશે. ઓફલાઇન પરીક્ષા રાબેતા મુજબ વર્ણનાત્મક પદ્વતિથી લેવાશે. જે વિદ્યાશાખામાં કાઉન્સિલના નિયમો લાગુ પડતા હશે તે વિદ્યાશાખામાં જે તે કાઉન્સિલના નિયમો પ્રમાણે પરીક્ષા લેવાશે. જે વિદ્યાર્થી શારીરિક, માનસિક સ્વાસ્થ્ય કે અન્ય સ્થિતિના કારણે પરીક્ષા આપી શકે તેમ ન હોય તેના માટે વધારાની તક આપીને ખાસ પરીક્ષા યોજાશે.

સ્થાનિક, રાજ્ય બહાર કે વિદેશમાં વસતા કોઈપણ વિદ્યાર્થી આ પરીક્ષામાં બેસવા માગતા ન હોય તેના માટે યુનિ. દ્વારા ઓનલાઇન પરીક્ષા લેવાશે. જેના માટે વિદ્યાર્થીએ અલગથી સંમતિ આપવાની રહેશે. ઓનલાઇન પરીક્ષા એમસીક્યુથી લેવાશે. જેનો ગુણભાર ઓફલાઇન જેટલો જ રહેશે. પરીક્ષાનો સમય બે કલાકનો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.