Not Set/ રાજકોટમાં 200 ફેરિયાઓના કોરોના કરાયા ટેસ્ટ કરાયા, 3 જ આવ્યા પોઝિટિવ

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે શાકભાજીના ફેરિયાઓના અને ડીલેવરી બોયના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે

Gujarat Rajkot
coronavirus or covid 19 news in hindi infection cases growing very fast in the world 1 million cases registered in last 100 hours 1595102273 રાજકોટમાં 200 ફેરિયાઓના કોરોના કરાયા ટેસ્ટ કરાયા, 3 જ આવ્યા પોઝિટિવ

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે શાકભાજીના ફેરિયાઓના અને ડીલેવરી બોયના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે જે અંતર્ગત શહેરનાં લક્ષ્મીનગર અને મંગળવારી બજાર માંકુલ 200 જેટલા ફેરિયાઓના એન્ટીજન કીટથી કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ કેસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સુપર સ્પ્રેડર ગણાતા ત્રણ કોરોના પોઝિટિવ ફેરીયાઓ કોને મળ્યા અને તેમની પાસેથી શાકની ખરીદી કોણે કરી હતી તેની યાદી તૈયાર થશે. તેમજ હાઈરિસ્ક ગણવામાં આવતા પોઝિટિવ ફેરિયાઓના પરિવારજનોના પણ ટેસ્ટ કરવામાં આવશે તેમજ ફેરિયાઓના ગ્રાહકોના પણ ચેકઅપ કરવામાં આવશે. બાકીના તમામ ફેરિયાઓને હેલ્થ કાર્ડ રીન્યુ કરી આપવામાં આવ્યા છે.

રાજકોટ આરોગ્ય તંત્ર દ્વારા ટેસ્ટિંગ બુથ, ધન્વંતરી રથ, સંજીવની રથ 104 સેવારથ covid-19 ટેસ્ટિંગ વેહિકલ તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે પણ વિનામૂલ્યે કોરોના ચેક અપ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. શાકભાજીના ફેરીયા જોમેટો સહિતની એજન્સીના ડીલેવરી બોય ના કોરોના ટેસ્ટ કરવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે જેથી મંગળવારે બજાર અને લક્ષ્મી નગર ખાતે આવેલા હોકર્સ ઝોન ખાતે કોરોના ટેસ્ટ માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…