grief/ અહેમદ પટેલના નિધન પર ગુજરાત ભાજપ નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ, જાણો કોને શું કહ્યું…

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે આજે વહેલી સવારે આ ફાની દુનિયાને અલવિદા કહીને અનંતની વાટ પકડી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓએ આ અંગે શોકની લાગણી વ્યક્ત કરીને તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

Gujarat Others
a 205 અહેમદ પટેલના નિધન પર ગુજરાત ભાજપ નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ, જાણો કોને શું કહ્યું...

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે આજે વહેલી સવારે આ ફાની દુનિયાને અલવિદા કહીને અનંતની વાટ પકડી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓએ આ અંગે શોકની લાગણી વ્યક્ત કરીને તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અહેમદ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના અવસાનથી શોકમગ્ન છું. કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવામાં તેમની ભૂમિકા અને તેમના સામાજિક કાર્યો કાયમ યાદ રહેશે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ

સીએમ રૂપાણીએ ટ્વીટ કરી દુઃખ વ્યકત કર્યું

 

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શોક વ્યક્ત કર્યો

ભાજપ નેતા પ્રશાંતવાળાએ શ્રદ્ધાંજલિ પાઠવી

 

 

આ સિવાય કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ, ગુજરાતના ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ, ભાજપ નેતા પ્રશાંતવાળાએ શ્રદ્ધાંજલિ પાઠવી  છે.

ઉલ્લેખનીય છે કે, અહેમદ પટેલનું અવસાન એવા સમયે થયું છે, જ્યારે કોંગ્રેસ સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. હાલ કોંગ્રેસ સંગઠનની અંદર જે ઉથલપાથલ ચાલી રહી છે, તેમાં પણ અહેમદ પટેલ પાર્ટીના હાઈકમાન્ડ માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે તેમ હતા. તેમને ગુમાવીને કોંગ્રેસે પોતાના એક મજબૂત નેતાને ગુમાવી દીધા છે.