Not Set/ પાયલોટ ગ્રુપની અરજી પર રાજસ્થાન હાઈકોર્ટે કેન્દ્રને પક્ષકાર બનાવવાની માંગ સ્વીકારી

રાજસ્થાનનાં બરતરફ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ સહિત કોંગ્રેસનાં 19 બળવાખોર ધારાસભ્યોની રિટ અરજી પર આજે રાજસ્થાન હાઇકોર્ટમાં સુનાવણી થવા જઈ રહી છે. રાજસ્થાન હાઇ કોર્ટે કેન્દ્ર સરકારને પક્ષકાર બનાવવાની સચિન પાયલોટની માંગને સ્વીકારી લીધી છે. સચિન પાયલોટ અને તેના જૂથ દ્વારા ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાનાં નિર્ણય સામે હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ કેસમાં ગુરુવારે સુપ્રીમ […]

India
fb4ff248a2f1dc1ae57c2c25cb863003 3 પાયલોટ ગ્રુપની અરજી પર રાજસ્થાન હાઈકોર્ટે કેન્દ્રને પક્ષકાર બનાવવાની માંગ સ્વીકારી

રાજસ્થાનનાં બરતરફ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ સહિત કોંગ્રેસનાં 19 બળવાખોર ધારાસભ્યોની રિટ અરજી પર આજે રાજસ્થાન હાઇકોર્ટમાં સુનાવણી થવા જઈ રહી છે. રાજસ્થાન હાઇ કોર્ટે કેન્દ્ર સરકારને પક્ષકાર બનાવવાની સચિન પાયલોટની માંગને સ્વીકારી લીધી છે. સચિન પાયલોટ અને તેના જૂથ દ્વારા ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાનાં નિર્ણય સામે હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ કેસમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સ્પીકરની અરજી પર સુનાવણી કરતી વખતે રાજ્ય હાઈકોર્ટનાં આદેશ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ કહ્યું હતું કે, આ વ્યવસ્થા વિધાનસભા અધ્યક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજી પર આવતા નિર્ણયનાં આધિન આવશે.

રાજસ્થાન હાઈકોર્ટે રાજકીય સંકટ મામલામાં સચિન પાયલોટ કેમ્પની અરજી પર કેન્દ્રને પક્ષકાર બનાવવા સંમતિ આપી છે. જો કે સચિન પાયલોટ સહિત 19 ધારાસભ્યો વિરુદ્ધ વિધાનસભા અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલી નોટિસ પર હાઇકોર્ટનો નિર્ણય હજી વિલંબિત છે. આ નિર્ણય બાદ સીએમ અશોક ગેહલોતની સરકારનું ભવિષ્ય પણ નક્કી કરવામાં આવશે.

બીજી તરફ, સચિન પાયલોટ અને અન્ય ધારાસભ્યોએ કેન્દ્ર સરકારને પ્રતિવાદીઓની યાદીમાં સામેલ કરવા માટે ગુરુવારે કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને આ આધાર પર દાખલ કરવામાં આવી છે કે બંધારણની દસમી સૂચિની માન્યતાને પડકારવામાં આવી હોવાથી હવે કેન્દ્રને પક્ષ બનાવવુ જરૂરી છે.