Not Set/ વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’ માં કારગિલ યોદ્ધાઓને કર્યા યાદ

  પીએમ મોદી આજે 67 મી વખત મનની વાત કરી રહ્યા છે. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત કારગિલ વિજય દિવસનાં અભિનંદન સાથે કરી હતી. તેમણે કહ્યું કે, કારગીલનું યુદ્ધ જે સંજોગોમાં થયું છે તે દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. પીએમ મોદીએ કહ્યું કે કારગિલ યુદ્ધ દરમિયાન મને કારગિલ જવાનો અને આપણા સૈનિકોની બહાદુરીને જોવાનો લ્હાવો […]

India
e66fab2373656276ab98624060acdb59 1 વડાપ્રધાન મોદીએ 'મન કી બાત' માં કારગિલ યોદ્ધાઓને કર્યા યાદ
 

પીએમ મોદી આજે 67 મી વખત મનની વાત કરી રહ્યા છે. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત કારગિલ વિજય દિવસનાં અભિનંદન સાથે કરી હતી. તેમણે કહ્યું કે, કારગીલનું યુદ્ધ જે સંજોગોમાં થયું છે તે દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. પીએમ મોદીએ કહ્યું કે કારગિલ યુદ્ધ દરમિયાન મને કારગિલ જવાનો અને આપણા સૈનિકોની બહાદુરીને જોવાનો લ્હાવો મળ્યો, તે દિવસ મારા જીવનની સૌથી કિંમતી ક્ષણોમાંનો એક છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે દેશભરનાં લોકો કારગિલ વિજયને યાદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર #courageinkargil હેશટેગ સાથે લોકો પોતાના વીરોને નમન કરી રહ્યા છે, જેઓ મૃત્યુ પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમણે લોકોને અપીલ કરી કે આજ દિવસ ભર કારગિલ વિજય સાથે સંકળાયેલા આપણા જવાનોની વાર્તાઓ, વીર માતાનાં ત્યાગ વિશે એકબીજાને જણાઓ, શેર કરો.

પીએમ મોદીએ કહ્યું કે, આજે દરેક દેશવાસીઓની તરફથી આપણા આ વીર જવાનોની સાથે-સાથે, તે વીર માતાઓને પણ નમન કરુ છુ, જેમણે મા-ભારતીનાં સાચા સપૂતોને જન્મ આપ્યો. પીએમ મોદીએ મન કી બાતનાં કાર્યક્રમમાં કહ્યું કે ત્યાં એક વેબસાઇટ gallantryawards.gov.i,  છે, જ્યા તમારે સૌએ જરૂર મુલાકાત લેવી જ જોઇએ. તેમણે કહ્યું કે, કારગિલ યુદ્ધ સમયે લાલ કિલ્લાને અટલજીએ જે કહ્યું હતું, તે આજે પણ આપણા બધા માટે ખૂબ જ સુસંગત છે. ત્યારે અટલ જીએ રાષ્ટ્રને ગાંધીજીનાં એક મંત્રની યાદ અપાવી. પીએમ મોદીએ કહ્યું કે અટલ જીએ કહ્યું હતું કે કારગિલ યુદ્ધે આપણને બીજો મંત્ર આપ્યો છે. તે આ મંત્ર હતો કે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા, આપણે તે વિચારીએ કે શું આપણુ તે પગલુ તે સૈનિકનાં સમ્માન અનુસાર છે કે જેમણે તે દુર્ગમ ટેકરીઓમાં પોતાનો જીવની આહુતિ આપી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.