Not Set/ કોણ છે ચંદ્રિકા પ્રસાદ સંતોખી? PM મોદીએ ‘મન કી બાત’માં લીધું નામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ “મન કી બાત” માં ચંદ્રિકા પ્રસાદ સંતોખીનો ઉલ્લેખ કર્યો છે. શું તમે જાણો છો કે ચંદ્રિકા પ્રસાદ સંતોખી કોણ છે? જો ના, તો ચાલો આજે તેમના વિશે જાણીએ. ચંદ્રિકા પ્રસાદ સંતોખી સુરીનામના નવા રાષ્ટ્રપતિ છે, જેમણે તાજેતરમાં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે. તેઓ ભારતીય મૂળના છે, જે લેટિન […]

Uncategorized
764ee4bd4ba06a42527f886ccbcae6d6 કોણ છે ચંદ્રિકા પ્રસાદ સંતોખી? PM મોદીએ 'મન કી બાત'માં લીધું નામ
764ee4bd4ba06a42527f886ccbcae6d6 કોણ છે ચંદ્રિકા પ્રસાદ સંતોખી? PM મોદીએ 'મન કી બાત'માં લીધું નામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ “મન કી બાત” માં ચંદ્રિકા પ્રસાદ સંતોખીનો ઉલ્લેખ કર્યો છે. શું તમે જાણો છો કે ચંદ્રિકા પ્રસાદ સંતોખી કોણ છે? જો ના, તો ચાલો આજે તેમના વિશે જાણીએ. ચંદ્રિકા પ્રસાદ સંતોખી સુરીનામના નવા રાષ્ટ્રપતિ છે, જેમણે તાજેતરમાં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે. તેઓ ભારતીય મૂળના છે, જે લેટિન અમેરિકન દેશ સુરીનામના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેમણે સંસ્કૃતમાં પદના શપથ લીધા છે.

ચંદ્રિકા પ્રસાદ સંતોખીએ સંસ્કૃતમાં શપથ ગ્રહણ કરીને આ ભાષાની કિંમત જ નથી વધારવી, પરંતુ ભારતીય સંસ્કૃતિને તેઓ કેટલો પ્રેમ કરે છે તે પણ જણાવ્યું છે. ચંદ્રિકા પ્રસાદને સુરીનામમાં ચાન પ્રસાદ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં શપથ લીધા પછી તેઓ ભારતીય સોશિયલ મીડિયામાં પીએમ મોદીના સંબોધન તેમજ “મન કી બાત” નો ભાગ બન્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચંદ્રિકા પ્રસાદ સંતોખીને રાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

જણાવી દઈએ કે, સુરીનામ એ પૂર્વ ડચ વસાહત છે જ્યાં ભારતીય મૂળના લોકો 587,000 ની વસ્તીના 27.4 ટકા વસ્તી સાથેનો સૌથી મોટો વંશીય જૂથ છે અને ચંદ્રિકા પ્રસાદનો પક્ષ મુખ્યત્વે ભારતીય સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે અને પાર્ટીને યુનાઇટેડ હિન્દુસ્તાની પાર્ટી કહે છે. ચંદ્રિકા પ્રસાદે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પૂર્વ લશ્કરી નેતા ડેઝી બાઉટર્સ કી ને હરાવી હતી.

ડેઝી બાઉટર્સની નેશનલ પાર્ટી ઓફ સુરીનામ (એનપીએસ) દેશમાં આર્થિક સંકટને કારણે મે મહિનામાં ચૂંટણીમાં હારી ગઈ હતી. સંતોકીને વારસાગત બાઉટર્સની ક્ષીણ થતી અર્થવ્યવસ્થા મળી, જેમણે ચીન અને વેનેઝુએલા સાથે ગાઢ સંબંધો સ્થાપિત કરીને દેશને આર્થિક સમસ્યાઓનો શિકાર બનાવ્યો.

બાઉટર્સ 1980 માં ચૂંટાયેલી સરકારને ઉથલાવી દીધી. અદાલતે 15 વિરોધીઓની હત્યા કરવા બદલ તેને 20 વર્ષની કેદની સજા ફટકારી હતી, જેમની સામે તેમણે અપીલ કરી છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.