Not Set/ રાજસ્થાન સંકટ/ CM ગેહલોતે વિધાનસભાનું સત્ર બોલાવવા રાજ્યપાલને કર્યો પ્રસ્તાવ

  રાજસ્થાનમાં રાજકીય ઉતાર-ચઢાવ ચાલુ છે. શુક્રવારે મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યપાલ કાલરાજ મિશ્રા પર વિધાનસભા સત્ર બોલાવવાનાં નિર્ણયને અટકાવવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે તેમના પર થોડું દબાણ હતું. સીએમ ગેહલોતે કહ્યું કે, તેઓ સોમવારે એક સત્ર ઇચ્છે છે, જેમાં તેઓ સરકારની બહુમતી સાબિત કરવા માંગે છે. બીજી તરફ, સમાચાર એજન્સી એએનઆઈને સૂત્રો પાસેથી મળેલી […]

India
4b9b89d8d0c5553d3644a1b694ee9145 1 રાજસ્થાન સંકટ/ CM ગેહલોતે વિધાનસભાનું સત્ર બોલાવવા રાજ્યપાલને કર્યો પ્રસ્તાવ
 

રાજસ્થાનમાં રાજકીય ઉતાર-ચઢાવ ચાલુ છે. શુક્રવારે મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યપાલ કાલરાજ મિશ્રા પર વિધાનસભા સત્ર બોલાવવાનાં નિર્ણયને અટકાવવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે તેમના પર થોડું દબાણ હતું. સીએમ ગેહલોતે કહ્યું કે, તેઓ સોમવારે એક સત્ર ઇચ્છે છે, જેમાં તેઓ સરકારની બહુમતી સાબિત કરવા માંગે છે.

બીજી તરફ, સમાચાર એજન્સી એએનઆઈને સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, રાજ્યપાલને સુપરત કરવામાં આવેલી નવી દરખાસ્તમાં 31 જુલાઇથી કોરોના વાયરસ અને અન્ય બીલો પર ચર્ચા કરવા વિધાનસભા સત્ર બોલાવવા માંગ કરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા રાજ્યપાલને મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં બહુમતી સાબિત કરવાનો ઉલ્લેખ નથી. વિધાનસભા સત્ર બોલાવવાનો સુધારેલો પ્રસ્તાવ 7 દિવસની નોટિસ સાથે રાજભવન પહોંચ્યો છે. હવે રાજ્યપાલે આ પ્રસ્તાવ પર નિર્ણય લેવાનો છે.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં વિધાનસભા સત્ર બોલાવવાનાં મુદ્દે રાજકારણ ગરમાયું છે. શુક્રવારે મુખ્યમંત્રી અશોક ગેહલોતનાં નેતૃત્વ હેઠળ રાજભવન ખાતે ધરણાને કારણે રાજ્યપાલે મંત્રીમંડળની બેઠકમાં કેટલાક મુદ્દાઓ પર સ્પષ્ટતા મળ્યા બાદ વિધાનસભાનું સત્ર બોલાવવા ખાતરી આપી હતી. આ પછી મોડી રાત સુધી કેબિનેટની બેઠક મળી હતી, જેમાં છ મુદ્દાઓની ચર્ચા કર્યા પછી પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આ પછી, ગેહલોત બપોરે બે વાગ્યે રાજ્યપાલને મળવાના હતા, પરંતુ તે બની શક્યુ નહીં. ત્યારે એવી માહિતી આવી કે ગેહલોત ચાર વાગ્યે રાજ્યપાલને મળશે પરંતુ તે પહેલા મુખ્ય પ્રધાને કેબિનેટની બેઠક બોલાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન