Not Set/ અમદાવાદ/ એલિસબ્રિજ પાસેના ગુજરી બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ઊડ્યાં લીરા, કોરોના માર્ગદર્શિકાનો સરેઆમ ભંગ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ પોતાનો કહેર વરસાવી રહ્યો છે. કોરોના મુદ્દે ગુજરાત જાણે અમેરિકા સાથે સીધી સ્પર્ધામાં ઉરટ્યું હોય તેમ રોકેટ ગતિથી ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો આંક વધી રહયો છે. ત્યારે કોરોનના એપી સેન્ટર એવા મદવાદમાં દર રવિવારે ભરતા ગુજારી બજારમાં લોકોની ભારે ભીડ એકઠી થયેલી જોવા મળી હતી. કોરોનાના કહેર વચ્ચે લોકો ખરીદી કરતાં જોવા […]

Ahmedabad Gujarat
44ed9327b9449667c180ef9e4b53990f અમદાવાદ/ એલિસબ્રિજ પાસેના ગુજરી બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ઊડ્યાં લીરા, કોરોના માર્ગદર્શિકાનો સરેઆમ ભંગ
44ed9327b9449667c180ef9e4b53990f અમદાવાદ/ એલિસબ્રિજ પાસેના ગુજરી બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ઊડ્યાં લીરા, કોરોના માર્ગદર્શિકાનો સરેઆમ ભંગ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ પોતાનો કહેર વરસાવી રહ્યો છે. કોરોના મુદ્દે ગુજરાત જાણે અમેરિકા સાથે સીધી સ્પર્ધામાં ઉરટ્યું હોય તેમ રોકેટ ગતિથી ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો આંક વધી રહયો છે. ત્યારે કોરોનના એપી સેન્ટર એવા મદવાદમાં દર રવિવારે ભરતા ગુજારી બજારમાં લોકોની ભારે ભીડ એકઠી થયેલી જોવા મળી હતી.

કોરોનાના કહેર વચ્ચે લોકો ખરીદી કરતાં જોવા મળ્યા હતા. કોરોના અંગેની સરકારી માર્ગદર્શિકાને લોકો ઘોળીને પીગયા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. કોરોના કાળમાં લોકોને મોટી સંખ્યામાં એકઠા થવા ઉપર પ્રતિબંધ છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે ભેગા થઈ શકે અને તે પણ 50ની સંખ્યામાં જ. આવા નિતી નિયમો અને માર્ગદર્શિકા હોવા છતા, અમદાવાદની ગુજરીબજારમાં તમામ નિતી નિયમો અને માર્ગદર્શિકાના લીરેલીરા ઉડી જવા પામ્યા છે.

લોકો મોટી સંખ્યામાં એકઠા થયા છે. અને પોલીસની કામગીરી પર સવાલો ઊભા કરી રહી છે. કોરોનાની મહામારીમાં મંદિર મસ્જિદ તમામ ધાર્મિક સ્થાન બંધ છે. ત્યારે આ રીતે ભીડ એકઠી કરનાર ગુજરી બજારના આયોજકો સામે કોઈ જ કાર્યવાહી કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.