Not Set/ #કોરોનાસબક…જાન સાથે જહાંન જોડાયેલું છે…તેથી આત્મનિર્ભર તો બનવું જ રહ્યું…

આખરે લાંબા મનોમંથનનો નિસ્કર્ષ નીકળ્યો હોય તેમ કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કેટલાક શરતી વિધાનો સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના  નાના-મોટા દુકાનધારકોને ધંધા વ્યવસાય માટે છૂટ આપવાનો નિર્ણય કરાયો છે. ત્યારે આ વાતનો સૂર તેમ નીકળી રહ્યો છે કે, આપણે હવે આ સ્થિતિમાં સહજ બની કેટલાક ચોક્સસ નીતિ-નિયમોનું પાલન કરી જીવતા શીખવું પડશે. બની શકે […]

India
6533b1466360310533f9c2dfbca85b3d 1 #કોરોનાસબક...જાન સાથે જહાંન જોડાયેલું છે...તેથી આત્મનિર્ભર તો બનવું જ રહ્યું...
6533b1466360310533f9c2dfbca85b3d 1 #કોરોનાસબક...જાન સાથે જહાંન જોડાયેલું છે...તેથી આત્મનિર્ભર તો બનવું જ રહ્યું...

આખરે લાંબા મનોમંથનનો નિસ્કર્ષ નીકળ્યો હોય તેમ કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કેટલાક શરતી વિધાનો સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના  નાના-મોટા દુકાનધારકોને ધંધા વ્યવસાય માટે છૂટ આપવાનો નિર્ણય કરાયો છે. ત્યારે આ વાતનો સૂર તેમ નીકળી રહ્યો છે કે, આપણે હવે આ સ્થિતિમાં સહજ બની કેટલાક ચોક્સસ નીતિ-નિયમોનું પાલન કરી જીવતા શીખવું પડશે. બની શકે કોરોના ભાઈ તેમ જલ્દી વિદાય ના પણ લે…પરંતુ  સાથે સાથે ખુબ લાંબા સમય સુધી લોકડાઉનનું પાલન કરી અર્થતંત્રને સાવ  તળિયે ન લઇ જવાય. વળી સરકાર અને પ્રજા બધા એટલું તો સમજી પણ ચુક્યા છે અને સ્વીકારી પણ ચુક્યા છે કે, આ સ્થિતિ સાથે જ થોડો સમય  રહેવું જ પડશે।. અને લોકો એ અનુશાસન માં રહેવા ટેવાવું જ પડશે।.

જી, હા અત્યાર સુધી આપણે જાન માટે જહાંન છોડી કેદ સ્વીકારી હતી. પરંતુ આટલા સમયના અનુભવ પરથી શીખવા મળ્યું છે કે, કેટલાક નિયમોનું પાલન કરીને કોરોનની સાથે પણ જીવી શકાય છે. વળી એક વાત તે પણ છે કે, આ અગાઉ પણ કેટલાય રોગો આવ્યા અને ચાલ્યા પણ ગયા. આ રોગોની રસીઓ આજ દિન સુધી નથી શોધી શકાઈ। તેમછતાં તેઓ સમાજના કોઈ ખૂણે સુષુપ્ત અવસ્થામાં જીવે છે અને ક્યાંકે ક્યાંક પ્રગટ પણ થાય છે. ત્યારે બની શકે કે , થોડા સમય પછી કોરોના પણ કોઠે પડી જાય. 

ખેર, મુદ્દાની વાત છે જાન સાથે જોડાયેલ જહાંન કે જેને તમે લાંબા સમય સુધી અળગું ના રાખી શકો. કેમ કે, તેની સાયકોલોજીકલ , ફિજિકલ અને સોશલ અસર પણ પડે છે. અને જે સમાજ કે વ્યક્તિ કપરી સ્થિતિ સામે લડતા ના શીખે તેનું ખમીર હણાઈ  જાય છે. આવો સમાજ સ્થિતિ સામે ઘૂંટણિયે પડી લાચાર બને છે. અને તે લાંબે કાળે  મૃતપાય થઇ જાય છે. ત્યારે જિંદગી હોય તો પણ શું અને ના હોય તો પણ શું ? તેવી આ સ્થિતિ પેદા થાય છે. 

ત્યારે વિશેષમાં  આજે 24 એપ્રિલે  પ્રધાન મંત્રી મોદીજી એ પણ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના મોકા પર સરપંચો સાથે વિડિઓ કોન્ફ્રન્સ કરી જણાવ્યું હતું કે, કોરોનાએ સબક આપ્યો છે કે, દેશે હવે આત્મનિર્ભર બનવું પડશે। બે ગજની દુરી રાખીને ભારતે દુનિયાને આ મહામારી સામે લડવાનો મંત્ર આપ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાએ આપણા કામ કરવાના તરીકાઓને બદલી નાખ્યો છે. અને આ પ્રસંગે આપણા સંકલ્પોની પ્રાથમિકતા વધી ગઈ છે. ત્યારે હવે આપણે આત્મનિર્ભર બનવું જ પડશે। અને તેના વગર આવા સંકંટને વેઠવું મુશ્કેલ થઇ જશે.

અન્યથા આમ પણ કેટલાક આંકડાઓ અનુસાર ગુજરાતમાં જ આ લોકડાઉંન  દરમ્યાન લગભગ 12 લાખ કરોડનું નુકસાન થશે. જેમાં ઓલરેડી હાલ ગુજરાતને લગભગ રૂ.97598 કરોડનું નુકસાન થઇ ચૂક્યું છે. જેમાં રોજ નું ગણો તો લગભગ 25000  કરોડનું નુકસાન ગણી શકાય।. જેમાં પણ તમે સમાજમાં વસતા અને નાની મોટી મજૂરી કરતા લોકોને ધ્યાનમાં રાખો તો,  ફક્ત સુરતની આસપાસના જ ગણો તો 27 લાખ જેટલા મજૂરો છે કે જેઓએ લોકડાઉન માં યોગ્ય સહાય માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. અને તે સિવાયના નાના મોટા લઘુ ઉદ્યોગો માં કામ કરતા મજૂરો અલગ છે.

ત્યારે આ અંગેના પ્રાપ્ત આંકડાઓ મુજબ ,હાલ ગુજરાતમાં  નોંધાયા હોય તેવા 7.32 લાખ લઘુ અને મધ્ય્મ કદના ઉદ્યોગો છે. 26 હજાર  જેટલી ફેકટરીઓ છે.અને તેમાં તેમાં 18 લાખ જેટલા કામદારો કામ કરે છે. ત્યારે વિચારો કે આટલા અસંગઠિત લોકોનું શું? કે જેઓ રોજ લાવીને રોજ ખાઈ રહ્યા છે. બીજી તરફ તે પણ સચ્ચાઈ છે કે, અગર આ ઉદ્યોગો અને ફેક્ટરીઓને ચાલુ કરવામાં આવે તો પણ આસાન ના હોય. કેમ કે ફક્ત ચાલુ  કરવાથી જ પૂરું નથી થઇ જવાનું। આ ઉત્પાદનો તૈયાર થાય અને દુકાન સુધી પહોંચે ત્યાં સુધી આખી ચેન બનેલી હોય છે અને તેમાં નાના થી લઇ મોટા તેમ અનેક લોકો કોઈક ને કોઈ રીતે જોડાયેલા હોય છે. અને ત્યારે જ કોઈપણ પ્રોડક્ટ ફેક્ટરીથી કોઈના ઘર કે હાથ સુધી પહોંચે છે.

ત્યારે આ સ્થિતિ માં આ બધું ચાલુ કરવું તે પણ આસાન ના હોય. કેમ કે અગર કોઈ પ્રોડક્ટ તૈયાર થઇ બઝાર અને ત્યાંથી લોકોના હાથ સુધી જલ્દી પહોંચવાની ના હોય તો કોઈ ફેકટરી મલિક મજૂરોની દયા ખાઈ તેના લાખો કે કરોડો રૂપિયા દાવ પર નહિ લગાવે।. તો બીજી તરફ લોકોને બધા જ પ્રકારે આત્મનિર્ભર બનાવી બહાર કાઢવા આસ્તે રહી બઝારો ખોલવા તો પડશે જ.

પરંતુ લોકોને વિદેશમાં જેમ ચુસ્ત રૂલ્સ રેગ્યુલેશન છે તે જ પ્રકારે અહીં પણ આવા રૂલ્સ બનાવી તેનું કડક માં કડક અને ચુસ્તપણે પાલન કરાવવું પડશે।. બાકી  લોકડાઉંન ખુલતા જ લોકો જો રાજપાઠ માં આવી જાય તો મંજર વિનાશક બને. તેથી ભારતમાં હવે કોરોના નો પદાર્થપાઠ તે જ છે કે, લોકોને શિસ્ત અને અનુશાસન સાથ જીવવાની ટેવ પાડે. અને આ ટેવ અગર જીવનમાં વણાઈ જશે તો કોરોના પછી પણ ભારત એક  આદર્શ દેશ બનશે।. અને આ ફાયદાઓ લાંબાગાળાના હશે. અને દેશ તેમજ લોકો માટે ખુબ જ ફાયદાકારક હશે. અને ભારતને તે વિકાસશીલમાંથી વિકસિત દેશ બનાવવામાં પણ ઉપયોગી બનશે।…
 

 @ કટાર લેખક, રીના  બ્રહ્મભટ્ટની કલમથી………

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.