Not Set/ PM મોદીનું ટ્રમ્પને ગળે ભેટવુ ન આવ્યું કામ, USCIRF એ ધાર્મિક સ્વતંત્રતામાં ભારતને પાકિસ્તાન સમાન ગણાવ્યું : ઓવૈસી

એઆઈએમઆઈએમનાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યો છે. તેમણે યુ.એસ.નાં અહેવાલને ટાંકીને જણાવ્યું છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગળે લગાવવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં કામ ન આવ્યું. આ જ કારણ છે કે અમેરિકાની સંખ્યા યુનાઇટેડ સ્ટેટ્સ કમીશન ઓન ઇંટરનેશનલ ફ્રીડમે ભારતને ધાર્મિક સ્વતંત્રતાની સૂચિમાં પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને સીરિયા સમાન રાખ્યું […]

India
4ebac4aa6696470bf18274ce0f412905 PM મોદીનું ટ્રમ્પને ગળે ભેટવુ ન આવ્યું કામ, USCIRF એ ધાર્મિક સ્વતંત્રતામાં ભારતને પાકિસ્તાન સમાન ગણાવ્યું : ઓવૈસી
4ebac4aa6696470bf18274ce0f412905 PM મોદીનું ટ્રમ્પને ગળે ભેટવુ ન આવ્યું કામ, USCIRF એ ધાર્મિક સ્વતંત્રતામાં ભારતને પાકિસ્તાન સમાન ગણાવ્યું : ઓવૈસી

એઆઈએમઆઈએમનાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યો છે. તેમણે યુ.એસ.નાં અહેવાલને ટાંકીને જણાવ્યું છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગળે લગાવવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં કામ ન આવ્યું. આ જ કારણ છે કે અમેરિકાની સંખ્યા યુનાઇટેડ સ્ટેટ્સ કમીશન ઓન ઇંટરનેશનલ ફ્રીડમે ભારતને ધાર્મિક સ્વતંત્રતાની સૂચિમાં પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને સીરિયા સમાન રાખ્યું છે. ઓવૈસીએ કહ્યું કે, USCIRF એ ભારત સામે પ્રતિબંધ મૂકવાની ભલામણ પણ કરી છે.

આ સંદર્ભમાં ઓવૈસીએ એક ટ્વીટમાં લખ્યું છે કે, વડા પ્રધાન મોદીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કર્યું હોવા છતાં, USCIRF એ ભારતને બર્મા, પાકિસ્તાન, ઉત્તર કોરિયા, સીરિયા જેવા દેશોની સૂચિમાં રાખ્યું છે. આ સાથે ભારત વિરુદ્ધ પ્રતિબંધની ભલામણ પણ કરી હતી અને વિવિધ પ્રતિબંધો વિશે પણ વાત કરી હતી. તે સ્પષ્ટ છે કે આ આલિંગન કામ ન આવ્યું. વધુ સારું છે કે તમે સારી કૂટનીતિનો પ્રયોગ કરો. આપને જણાવી દઈએ કે, USCIRF એ એક ટ્વિટમાં કહ્યું છે કે, ભારતમાં સૌથી ખતરનાક રીતે ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદી પર નિશાનો સાધતા USCIRF નાં ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. તેમણે કહ્યું કે, યુનાઇટેડ સ્ટેટ્સનાં એક અહેવાલ મુજબ, ભારતમાં જે રીતે ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, તેના માટે જવાબદાર ભારત સરકારની એજન્સીઓ અને અધિકારીઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. વળી, તેમની સંપત્તિ કબજે કરવી જોઈએ અને આ લોકો અમેરિકા આવે ત્યારે તેમની પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.