Not Set/ કેન્દ્ર સરકારનાં કર્મચારીઓએ ‘આરોગ્ય સેતુ’ એપનો ઉપયોગ કરવો જરૂરી, ‘સલામત’ પછી જ ઓફિસમાં પ્રવેશ

કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, સરકાર લોકોને જાગ્રત રહેવાની સલાહ આપી રહી છે. આ દરમિયાન, કેન્દ્ર સરકારે તેના તમામ કર્મચારીઓને મોબાઇલ ફોન પર આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. સરકારનું કહેવું છે કે કરાર કર્મચારીઓ સહિતનાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ત્યારે જ ઓફિસમાં આવવાનું શરૂ કરે જ્યારે એપ્લિકેશન તેમની સ્થિતિ ‘સલામત‘ અથવા ‘ઓછું જોખમ‘ […]

India
4791e51633269136db04af23b5b04b91 કેન્દ્ર સરકારનાં કર્મચારીઓએ 'આરોગ્ય સેતુ' એપનો ઉપયોગ કરવો જરૂરી, 'સલામત' પછી જ ઓફિસમાં પ્રવેશ
4791e51633269136db04af23b5b04b91 કેન્દ્ર સરકારનાં કર્મચારીઓએ 'આરોગ્ય સેતુ' એપનો ઉપયોગ કરવો જરૂરી, 'સલામત' પછી જ ઓફિસમાં પ્રવેશ

કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, સરકાર લોકોને જાગ્રત રહેવાની સલાહ આપી રહી છે. આ દરમિયાન, કેન્દ્ર સરકારે તેના તમામ કર્મચારીઓને મોબાઇલ ફોન પર આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. સરકારનું કહેવું છે કે કરાર કર્મચારીઓ સહિતનાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ત્યારે જ ઓફિસમાં આવવાનું શરૂ કરે જ્યારે એપ્લિકેશન તેમની સ્થિતિ સલામતઅથવા ઓછું જોખમબતાવે.

બુધવારે સરકારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે, ઘર છોડતા પહેલા કર્મચારીઓને એપ્લિકેશન પર તેમની સ્થિતિ તપાસવી પડશે. જો કર્મચારીઓને એપ્લિકેશનમાં મોડરેટ અથવા હી રિસ્કનો મેસેજ મળે છે, તો તેઓને ઓફિસમાં આવવાની જરૂર નથી. 14 દિવસો સુધી સેલ્ફ આઈસોલેસનમાં રહો. સંયુક્ત સચિવનાં કક્ષાનાં અધિકારીઓ તેનું પાલન કરશે. આ સૂચના કેન્દ્ર સરકારને લગતા ઓટોનામસ/પીએએસયૂનાં કર્મચારીઓને પણ લાગુ પડશે. ફીચર ફોન યુઝર્સ માટે હવે આરોગ્ય સેતુ મોબાઇલ એપ્લિકેશન ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન રવિશંકર પ્રસાદનાં સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ માહિતી મળી છે. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું છે કે, ફીચર ફોન માટે આરોગ્ય સેતુ મોબાઇલ એપ ને તૈયાર કરવામાં આવી રહી છે, તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. જો કે સરકારે હજી સુધી આ એપની લોન્ચિંગ તારીખની માહિતી શેર કરી નથી.

આરોગ્ય સેતુ એપ્લિકેશન કોરોના વાયરસનાં ચેપને રોકવા માટે બનાવવામાં આવી છે. આરોગ્ય સેતુ એપ્લિકેશન લોકોને કહેશે કે તમે કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિનાં સંપર્કમાં આવ્યા છો કે નહીં. આ સિવાય આ એપ દ્વારા તમે પણ શોધી શકશો કે તમને કોરોના ચેપનું કેટલું જોખમ છે. નવી માહિતી અનુસાર, આરોગ્ય સેતુ એપ ને 7.5 કરોડવાર ડાઉનલોડ કરવામાં આવી છે. આરોગ્ય સેતુ એપ 2 એપ્રિલનાં રોજ લોન્ચ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.