Not Set/ આરોગ્ય સેતુ એપ ને લઇને રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ, કહ્યુ- સરકારે ભયનો લાભ ન ઉઠાવવો જોઈએ.

આરોગ્ય સેતુ એપ્લિકેશનને ભારતમાં ઝડપથી ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે. એપ્લિકેશનએ લોંચ થયાના થોડા દિવસોમાં જ લાખો ડાઉનલોડ્સ મેળવી લીધી છે અને હવે નવીનતમ માહિતી અનુસાર, આરોગ્ય સેતુ એપ્લિકેશનને 7.5 કરોડ (75 મિલિયન) વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આરોગ્ય સેતુ એપ 2 એપ્રિલનાં રોજ લોન્ચ કરવામાં આવી હતી અને ત્યારથી તે ઝડપથી વધી […]

India
0e5dff4253d39e0b0d172db754b20f53 આરોગ્ય સેતુ એપ ને લઇને રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ, કહ્યુ- સરકારે ભયનો લાભ ન ઉઠાવવો જોઈએ.
0e5dff4253d39e0b0d172db754b20f53 આરોગ્ય સેતુ એપ ને લઇને રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ, કહ્યુ- સરકારે ભયનો લાભ ન ઉઠાવવો જોઈએ.

આરોગ્ય સેતુ એપ્લિકેશનને ભારતમાં ઝડપથી ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે. એપ્લિકેશનએ લોંચ થયાના થોડા દિવસોમાં જ લાખો ડાઉનલોડ્સ મેળવી લીધી છે અને હવે નવીનતમ માહિતી અનુસાર, આરોગ્ય સેતુ એપ્લિકેશનને 7.5 કરોડ (75 મિલિયન) વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આરોગ્ય સેતુ એપ 2 એપ્રિલનાં રોજ લોન્ચ કરવામાં આવી હતી અને ત્યારથી તે ઝડપથી વધી રહી છે. પરંતુ અહીં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એપ અંગે સવાલો ઉભા કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે સરકારે ભયનો લાભ ન ​​લેવો જોઈએ.

રાહુલે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, આરોગ્ય સેતુ એપ્લિકેશન એક અત્યાધુનિક મોનિટરિંગ સિસ્ટમ છે. તે ખાનગી ઓપરેટરને આઉટસોર્સ કરવામાં આવે છે. તેમ જ તેમા સંસ્થાકીય સ્તરે કોઈ દેખરેખ પણ નથી કરવામા આવી રહી. આ એપ્લિકેશન સાથે ડેટા અને ગોપનીયતાને લગતી ઘણી સમસ્યાઓ છે. “ટેકનોલોજી આપણને સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે છે, પરંતુ લોકોની સંમતિ વિના તેમને ટ્રેક કરવું ખોટું છે. ડરનાં નામે લાભ ઉઠાવવો તે ખોટું છે.”

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને મોબાઈલ ફોનમાં એરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. તેનો હેતુ કોરોનાવાયરસ (કોવિડ-19) ની સાંકળ તોડવા માટે એપ્લિકેશનનો અસરકારક ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે. સરકાર દ્વારા જારી કરાયેલા સત્તાવાર મેમોરેન્ડમ મુજબ, કેન્દ્ર સરકાર હેઠળનાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓનાં મોબાઇલ ફોન્સમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન તાત્કાલિક અસરથી ડાઉનલોડ કરેલી હોવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.