Not Set/ સોનિયા ગાંધીનો મોદી સરકારને સવાલ, લોકડાઉન 3.0 બાદ શું છે તમારી પાસે પ્લાન

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે પાર્ટી શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં લોકડાઉનની સ્થિતિની સમીક્ષા કરી. આ બેઠકમાં સોનિયા ગાંધીએ મોદી સરકાર પર ઉગ્ર પ્રહાર કર્યો હતો. સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે 17 મે પછી શું યોજના છે? આ સાથે, તેમણે પૂછ્યું, કેન્દ્રએ કયા ધોરણે લોકડાઉન 3 લાગુ કર્યું? બુધવારે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સોનિયા […]

India
5c09d76e4003ac3d6ec2781c7c5c0ec1 સોનિયા ગાંધીનો મોદી સરકારને સવાલ, લોકડાઉન 3.0 બાદ શું છે તમારી પાસે પ્લાન
5c09d76e4003ac3d6ec2781c7c5c0ec1 સોનિયા ગાંધીનો મોદી સરકારને સવાલ, લોકડાઉન 3.0 બાદ શું છે તમારી પાસે પ્લાન

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે પાર્ટી શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં લોકડાઉનની સ્થિતિની સમીક્ષા કરી. આ બેઠકમાં સોનિયા ગાંધીએ મોદી સરકાર પર ઉગ્ર પ્રહાર કર્યો હતો. સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે 17 મે પછી શું યોજના છે? આ સાથે, તેમણે પૂછ્યું, કેન્દ્રએ કયા ધોરણે લોકડાઉન 3 લાગુ કર્યું?

બુધવારે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, 17 મે પછી દેશમાં શું થશે અને 17 મે પછી તે કેવી રીતે થશે? લોકડાઉન કેટલો સમય ચાલુ રહેશે તે નક્કી કરવા સરકાર પાસે કયો માપદંડ છે. લોકડાઉન બાદ તેમની પાસે કઇ વ્યૂહરચના છે. ખેડૂતો વિશે સોનિયા ગાંધીએ કહ્યું કે, અમે અમારા ખેડૂતો, ખાસ કરીને પંજાબ અને હરિયાણાનાં ખેડૂતોનો આભાર માનીએ છીએ, જેમણે બધી મુશ્કેલીઓ છતાં ઘઉંનો ઉત્તમ ઉત્પાદન કરીને ખાદ્ય સુરક્ષાની ખાતરી આપી છે.

વળી બેઠકમાં ઉપસ્થિત રહેલા પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે કહ્યું હતું કે, લોકડાઉન 3.0 બાદ સરકારની શું યોજના છે તે અમે બધા જાણવા માંગીએ છીએ. લોકડાઉનનાં ત્રીજા તબક્કા પછી રાજ્યોનાં મુખ્યમંત્રીઓ રણનીતિથી વાકેફ હોવા જોઈએ. આ બેઠકમાં છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે, આર્થિક સંકટ સાથે સંઘર્ષ કરી રહેલા રાજ્યોને તાત્કાલિક સહાયની જરૂર છે. વળી પંજાબનાં મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યું કે, દિલ્હીમાં બેઠેલા લોકો જમીનની વાસ્તવિકતાને જાણ્યા વિના કોવિડ-19 નો ઝોન નક્કી કરી રહ્યા છે, તે ચિંતાનો વિષય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.