નિધન/ કોરોનાથી સંક્રમિત AAP પૂર્વ MLA જરનૈલ સિંહે લીધો અંતિમ શ્વાસ, CM, DYCM એ શોક વ્યક્ત કર્યો

દિલ્હી આમ આદમી પાર્ટી (આપ) નાં પૂર્વ ધારાસભ્ય જરનૈલ સિંહનું શુક્રવારે અવસાન થયું છે. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.

Top Stories India
Untitled 60 કોરોનાથી સંક્રમિત AAP પૂર્વ MLA જરનૈલ સિંહે લીધો અંતિમ શ્વાસ, CM, DYCM એ શોક વ્યક્ત કર્યો

દિલ્હી આમ આદમી પાર્ટી (આપ) નાં પૂર્વ ધારાસભ્ય જરનૈલ સિંહનું શુક્રવારે અવસાન થયું છે. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જરનૈલ સિંહનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

કોરોનાથી મોત / લવ યુ જિંદગી ગીત પર મસ્તી કરતી યુવતીએ અંતે લીધો અંતિમ શ્વાસ

દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે, દિલ્હીનાં પૂર્વ ધારાસભ્ય જરનૈલ સિંહનાં અકાળ અવસાનથી હું ખૂબ દુઃખી છું. તેમના આત્માને શાંતિ મળે. સમાજમાં તેમના યોગદાન માટે તેઓ હંમેશાં યાદ રહેશે.”

વળી નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જરનૈલ સિંહને એક એવા વ્યક્તિ તરીકે યાદ કર્યા કે, જેમણે 1984 નાં શીખ વિરોધી રમખાણોનો ભોગ બનેલા લોકોને ન્યાય અપાવવા લડત આપી હતી. સિસોદિયાએ ટ્વિટ કર્યું હતું કે, “દિલ્હી વિધાનસભામાં તેના પૂર્વ સાથી, જરનૈલ સિંહનાં મૃત્યુનાં સમાચાર આપણા બધા માટે દુઃખદ છે.” 1984 નાં નરસંહારનાં ભોગ બનેલા લોકોનાં પરિવારનાં ન્યાય માટે લડતી એક બુલંદ અવાજ આજે આપણે વચ્ચે રહી નથી. ભગવાન તેમને તેમના ચરણોમાં જગ્યા આપે.

Eid-ul-Fitr 2021 / દેશભરમાં આજે ઈદનાં તહેવારની ઉજવણી, PM મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ અને રાહુલ ગાંધીએ પાઠવી શુભકામનાઓ

નોંધપાત્ર વાત એ છે કે જરનૈલ સિંહ 2015 માં દિલ્હીનાં રાજૌરી ગાર્ડન વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2014 માં, તેમણે પહેલીવાર આમ આદમી પાર્ટીની લોકસભાની ચૂંટણી લડી હતી, જેમાં તેમનો પરાજય થયો હતો. પરંતુ 2015 માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી તેમણે પક્ષમાં પણ પોતાનું કદ વધાર્યું હતું. આમ આદમી પાર્ટીએ તેમને પ્રવક્તા બનાવ્યા હતા. આપને જણાવી દઈએ કે, જરનૈલ સિંહ તત્કાલિન ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ પર જૂતા ફેંક્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. આ અગાઉ તેમણે 1984 નાં રમખાણોનો વિરોધ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી હતી.

majboor str 10 કોરોનાથી સંક્રમિત AAP પૂર્વ MLA જરનૈલ સિંહે લીધો અંતિમ શ્વાસ, CM, DYCM એ શોક વ્યક્ત કર્યો