Not Set/ દારૂની હોમ ડિલિવરી પર સરકારે કરવો જોઇએ વિચાર : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે લોકડાઉન દરમિયાન દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ આપવાનો ઇનકાર કરી દીધો છે. દારૂનાં વેચાણ અંગે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને સોશિયલ ડિસ્ટેંસિંગ જાળવવા માટે દારૂનાં અપ્રત્યક્ષ વેચાણ/હોમ ડિલિવરી પર વિચાર કરવા જણાવ્યું છે. અરજદાર વતી, સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, દારૂની દુકાનોમાં સામાજિક અંતરનું પાલન કરવામાં આવી રહ્યું નથી. દુકાનો ઓછી છે અને […]

India
126b18af138d34973d307f47725900b5 દારૂની હોમ ડિલિવરી પર સરકારે કરવો જોઇએ વિચાર : સુપ્રીમ કોર્ટ
126b18af138d34973d307f47725900b5 દારૂની હોમ ડિલિવરી પર સરકારે કરવો જોઇએ વિચાર : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે લોકડાઉન દરમિયાન દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ આપવાનો ઇનકાર કરી દીધો છે. દારૂનાં વેચાણ અંગે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને સોશિયલ ડિસ્ટેંસિંગ જાળવવા માટે દારૂનાં અપ્રત્યક્ષ વેચાણ/હોમ ડિલિવરી પર વિચાર કરવા જણાવ્યું છે. અરજદાર વતી, સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, દારૂની દુકાનોમાં સામાજિક અંતરનું પાલન કરવામાં આવી રહ્યું નથી. દુકાનો ઓછી છે અને દારૂ ખરીદનારાઓ વધારે છે. જેના કારણે સામાન્ય માણસનું જીવન જોખમમાં મૂકી શકાય નહીં.

9bb81ec0b14f66f31774981583ecc05f દારૂની હોમ ડિલિવરી પર સરકારે કરવો જોઇએ વિચાર : સુપ્રીમ કોર્ટ

આ ગાઇડલાઇનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી, જે લોકડાઉન દરમિયાન દારૂનાં સીધા વેચાણની મંજૂરી આપે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ ગાઇડલાઇન ગેરબંધારણીય અને શૂન્ય છે. સુપ્રીમ કોર્ટ સાથે સીધા સંપર્ક દ્વારા દારૂનાં વેચાણ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી. જો કે દુકાનોમાં દારૂ હજુ પણ વેચવામાં આવશે. સુપ્રીમ કોર્ટે દારૂની દુકાન અંગે કોઈ પણ આદેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્ય સરકારોએ હોમ ડિલિવરી જેવી સિસ્ટમ પર વિચાર કરવો જોઇએ.

1c3ea62eecfe70b7bf379edaf202d43c દારૂની હોમ ડિલિવરી પર સરકારે કરવો જોઇએ વિચાર : સુપ્રીમ કોર્ટ

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા જેવી દારૂની દુકાનો ખોલવાનો આદેશ આપવામાં આવ્યો કે લોકોની ભીડ આ દુકાનો પર તૂટી પડી. દેશનાં ઘણા વિસ્તારોથી આવેલા સમાચારો મુજબ ઘણી જગ્યાએ દારૂની દુકાન ખરીદવા માટે લોકો લાંભી લાઇનોમાં ઉભા રહ્યા છે, જે લગભગ 1 કિલોમીટર સુધી છે. આ દરમિયાન લોકો સોશિયલ ડિસ્ટેસિંગનાં આદેશને ન માની એકબીજાની જોડે ઉભા રહેલા જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.