Not Set/ #Coronavirus/ WHO નાં અધિકારીએ ભારતને કર્યુ એલર્ટ, લોકડાઉન હટતા જ ભારતમાં વધશે કેસ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનાં અધિકારી ડૉ.ડેવિડ નાબારોએ કહ્યું છે કે, ભારતમાં કોરોના વાયરસનાં કેસો ઓછા છે કારણ કે અહીંની સરકારે તેને રોકવા માટે જરૂરી પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે, નિયંત્રણમાં આવતાં પહેલાં જુલાઇમાં આ રોગ ચરમસીમાએ રહેશે. તેમણે કહ્યું, એકવાર લોકડાઉન હટાવ્યા બાદ વધુ કેસો આવશે પરંતુ લોકોએ ગભરાવું જોઈએ નહીં. આવતા મહિનામાં વધુ કેસ […]

India
5d6b50a574b331fc2d72b3f678f998fe #Coronavirus/ WHO નાં અધિકારીએ ભારતને કર્યુ એલર્ટ, લોકડાઉન હટતા જ ભારતમાં વધશે કેસ
5d6b50a574b331fc2d72b3f678f998fe #Coronavirus/ WHO નાં અધિકારીએ ભારતને કર્યુ એલર્ટ, લોકડાઉન હટતા જ ભારતમાં વધશે કેસ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનાં અધિકારી ડૉ.ડેવિડ નાબારોએ કહ્યું છે કે, ભારતમાં કોરોના વાયરસનાં કેસો ઓછા છે કારણ કે અહીંની સરકારે તેને રોકવા માટે જરૂરી પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે, નિયંત્રણમાં આવતાં પહેલાં જુલાઇમાં આ રોગ ચરમસીમાએ રહેશે. તેમણે કહ્યું, એકવાર લોકડાઉન હટાવ્યા બાદ વધુ કેસો આવશે પરંતુ લોકોએ ગભરાવું જોઈએ નહીં. આવતા મહિનામાં વધુ કેસ હશે પરંતુ તે સ્થિર રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકડાઉન હટાવ્યા પછી કેસોની સંખ્યામાં થોડો વધારો જોવામાં આવશે. પરંતુ આ પછી, નિયંત્રણ પ્રાપ્ત થઇ જશે. ડૉ.નાબારોએ કહ્યું કે તેઓ સંમત છે કે જુલાઇનાં અંત સુધીમાં આ કેસોમાં વધારો થશે પરંતુ પરિસ્થિતિમાં વધુ સુધારો થશે. લોકડાઉનને કારણે કોવિડ-19 નું સંક્રમણ ફેલાવાનું બંધ થઇ ગયુ છે. પરંતુ તે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ અને દિલ્હી સહિત કેટલાક શહેરી વિસ્તારોમાં પણ ફેલાયો છે. પરંતુ તુરંત લેવામાં આવેલા પગલાની સાથે ભારતે તેને ફેલાવા દીધું નહીં. જ્યાં વસ્તીની ઘનતા વધારે છે, ત્યાં તેનું નિયંત્રણ કરવું ખૂબ મુશ્કેલ છે. તેમણે કહ્યું કે ભારતમાં અત્યારે કેસની સંખ્યા વસ્તી પ્રમાણે ખૂબ ઓછી છે. ડૉ.નાબારો કહે છે કે આ રોગને કારણે વૃદ્ધોનાં ઘણાં મૃત્યુ થયાં છે, પરંતુ ભારતમાં પણ આ આંકડો ખૂબ ઓછો છે. નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં અત્યાર સુધીમાં 59,662 કેસ નોંધાયા છે, જેમાં 1,951 લોકો મૃત્યુ પામ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.