Not Set/ મહારાષ્ટ્રમાં કોરોનાએ વધારી સરકારની ચિંતા, રાજ્યમાં 786 પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત

સરકારનાં તમામ પ્રયાસો છતાં, ભારતમાં કોરોના ચેપ ઝડપથી વધી રહ્યો છે. દેશમાં કોરોનાથી મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત છે, જ્યાં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. આમાંથી 489 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 1,867 લોકોને રજા આપવામાં આવી છે. ત્યારે હવે કોરોનાનાં 15,649 સક્રિય કેસ છે. આ સમય દરમિયાન, ફ્રન્ટલાઈન પર કાર્યરત મોટી સંખ્યામાં […]

India
b42f5c4cab530b7f68f85889d7379b2c મહારાષ્ટ્રમાં કોરોનાએ વધારી સરકારની ચિંતા, રાજ્યમાં 786 પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત
b42f5c4cab530b7f68f85889d7379b2c મહારાષ્ટ્રમાં કોરોનાએ વધારી સરકારની ચિંતા, રાજ્યમાં 786 પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત

સરકારનાં તમામ પ્રયાસો છતાં, ભારતમાં કોરોના ચેપ ઝડપથી વધી રહ્યો છે. દેશમાં કોરોનાથી મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત છે, જ્યાં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. આમાંથી 489 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 1,867 લોકોને રજા આપવામાં આવી છે. ત્યારે હવે કોરોનાનાં 15,649 સક્રિય કેસ છે. આ સમય દરમિયાન, ફ્રન્ટલાઈન પર કાર્યરત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પણ તેની ઝપટમાં આવી ગયા છે.

મહારાષ્ટ્ર પોલીસનાં જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 786 પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેમાંથી 76 લોકો ઠીક થયા છે, જ્યારે આ વાયરસનાં કારણે 7 પોલીસકર્મીઓનાં મોત નીપજ્યાં છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્ર પોલીસમાં સક્રિય કેસની સંખ્યા 703 છે. વળી લોકડાઉન દરમિયાન 200 સ્થળોએ પોલીસકર્મીઓ સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. જેમાં 732 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં, મુંબઇ કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત શહેર છે, જ્યાં અત્યાર સુધીમાં 12,864 કેસ નોંધાયા છે. કોરોના ચેપને રોકવા માટે લોકડાઉનનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,277 નવા કેસ નોંધાયા છે, જ્યારે 127 લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, દેશમાં હવે કોરોના ચેપની સંખ્યા 62,939 છે, જેમાંથી 41,472 સક્રિય કેસ છે. વળી 19,357 લોકો આ રોગથી ઠીક થયા છે અને 2,109 લોકોએ જીવ ગુમાવ્યો છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં 7,796, દિલ્હીમાં 6,542 અને તમિલનાડુમાં 6,635 કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.