Not Set/ નાણાંમંત્રીએ ઉડ્ડયન ક્ષેત્ર માટે દર વર્ષે રૂ.1000 કરોડની કરી જાહેરાત

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સતત ચોથા દિવસે 20 લાખ કરોડનાં આર્થિક પેકેજને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. નિર્મલા સીતારમણે કહ્યું, “આજે આપણે કોલસા, ખનીજ, સંરક્ષણ, ઉત્પાદન, હવાઈ ક્ષેત્રનાં સંચાલન, એમઆરઓ પાવર વિતરણ કંપનીઓ, અવકાશ ક્ષેત્ર, પરમાણુ ઉર્જા જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ.” નાણાં પ્રધાને તેમની ઘોષણા દરમિયાન, કોલસા ક્ષેત્રમાં રૂ.50 […]

India

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સતત ચોથા દિવસે 20 લાખ કરોડનાં આર્થિક પેકેજને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. નિર્મલા સીતારમણે કહ્યું, “આજે આપણે કોલસા, ખનીજ, સંરક્ષણ, ઉત્પાદન, હવાઈ ક્ષેત્રનાં સંચાલન, એમઆરઓ પાવર વિતરણ કંપનીઓ, અવકાશ ક્ષેત્ર, પરમાણુ ઉર્જા જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ.” નાણાં પ્રધાને તેમની ઘોષણા દરમિયાન, કોલસા ક્ષેત્રમાં રૂ.50 હજાર કરોડનાં રોકાણની જાહેરાત કરી હતી, સાથે સાથે ભારતીય હવાઈ મથક નાગરિક ઉડ્ડયનને લઈને ઘણી મોટી જાહેરાતો પણ કરી હતી.

નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ બુધવારથી સતત પ્રેસ કોન્ફરન્સ કરતા અલગ-અલગ ક્ષેત્રો, ઉદ્યોગો અને વર્ગોને મળતા આર્થિક પેકેજની જાહેરાત કરી રહ્યા છે. શનિવારે તેમણે કોલસા, ખનીજ, સંરક્ષણ, ઉત્પાદન, એરસ્પેસ મેનેજમેન્ટ સહિત 8 ક્ષેત્રોને રાહત પેકેજની જાહેરાત કરી. ભારતીય હવાઇ ક્ષેત્ર વિશે તેમણે કહ્યું હતું કે, ભારતીય હવાઈ ક્ષેત્રનાં ઉપયોગ પર નિયંત્રણોને ઘટાડવામાં આવશે જેથી નાગરિક ઉડાન વધુ કાર્યક્ષમ બને. આ ઉડ્ડયન ક્ષેત્રને વર્ષે 1000 કરોડનો કુલ નફો થશે.

નાણાં પ્રધાને વધુમાં કહ્યું કે, સરકાર સુનિશ્ચિત કરશે કે ભારતીય વિમાનની જાળવણી અને સમારકામ ભારતમાં જ કરવામાં આવે. એરલાઇન્સનો ખર્ચ ઘટાડવા માટે તે દિશામાં પગલા લેવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) આધારે સંચાલન અને જાળવણી માટે 6 માંથી 3 એરપોર્ટને સમ્માન આપ્યું છે. આ ઉપરાંત પ્રથમ અને બીજા તબક્કામાં 12 વિમાનમથકોમાં ખાનગી કંપનીઓ દ્વારા 13,000 કરોડ રૂપિયાનું વધારાનું રોકાણ થવાની સંભાવના છે. નાણાં પ્રધાને કહ્યું કે, હાલમાં ભારતીય હવાઈ ક્ષેત્રનો માત્ર 60 ટકા હિસ્સો નાગરિક ઉડ્ડયન માટે છે. આ જગ્યાનો યોગ્ય રીતે ઉપયોગ થાય, બળતણ બચે, ટૂંકા ગાળામાં મુસાફરી સ્થળે પહોંચે, તે માટે કાર્ય થશે. નિર્મલા સીતારમણે પીપીપી મોડેલ અંતર્ગત 6 નવા એરપોર્ટની હરાજી કરવાની વાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.