Not Set/ #Covid19/ અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1 હજારથી ઓછા લોકોનાં થયા મોત, આંકડો પહોંચ્યો…

  સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં લાખો લોકો કોરોના વાયરસનાં કારણે મૃત્યુ પામ્યા છે અને આ વાયરસથી 47 લાખથી વધુ લોકો ચેપગ્રસ્ત છે. અમેરિકામાં દરરોજ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. તમામ પ્રયત્નો છતાં પણ કોરોનાને કાબુમાં લઇ શકાયુ નથી. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, અહી કોરોના વાયરસનાં ચેપનાં 820 નવા કેસ નોંધાયા […]

India
a94773693108bdca86549426045f1942 4 #Covid19/ અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1 હજારથી ઓછા લોકોનાં થયા મોત, આંકડો પહોંચ્યો...
a94773693108bdca86549426045f1942 4 #Covid19/ અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1 હજારથી ઓછા લોકોનાં થયા મોત, આંકડો પહોંચ્યો... 

સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં લાખો લોકો કોરોના વાયરસનાં કારણે મૃત્યુ પામ્યા છે અને આ વાયરસથી 47 લાખથી વધુ લોકો ચેપગ્રસ્ત છે. અમેરિકામાં દરરોજ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. તમામ પ્રયત્નો છતાં પણ કોરોનાને કાબુમાં લઇ શકાયુ નથી. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, અહી કોરોના વાયરસનાં ચેપનાં 820 નવા કેસ નોંધાયા છે.

અમેરિકામાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 15 લાખને વટાવી ગઈ છે, જ્યારે મોતની વાત કરીએ તો આ આંકડો લગભગ 90 હજાર સુધી પહોંચી ગયો છે. જો કે, કોરોના વાયરસથી ચેપ લાગેલ 2.81 લાખ લોકો ઠીક થઈ ગયા છે અને તેમના ઘરે પહોંચી ગયા છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનાં જણાવ્યા અનુસાર, 18 મે ની સવાર સુધી, અમેરિકામાં કોરોના વાયરસને કારણે 89,550 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં અમેરિકામાં 1,486,423 તેની ઝપટમાં આવ્યા છે. આ આંકડો વિશ્વમાં સૌથી વધુ છે. બીજી બાજુ, જો તમે ટેસ્ટની સંખ્યા પર નજર નાખો, તો અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકોને કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવી ચુક્યો છે. જે સૌથી વધુ છે.