
ઉત્તર પ્રદેશનાં હમીરપુરમાં સોમવારે સવારે બસ પલટી જવાથી 15 પરપ્રાંતિય મજૂરો ઘાયલ થયા હતા. અકસ્માત દરમિયાન બસની અંદર 31 લોકો હતા. પ્રાથમિક માહિતી અનુસાર, આ બસ અકસ્માત સોમવારે વહેલી સવારનાં સમયે બન્યો હતો, જ્યારે રોડવેઝ બસ નોયડાથી મજૂરોને લઈને જઇ રહી હતી. દરમિયાન બસ અકસ્માતમાં પડી હતી અને હમીરપુર સીટી ફોરેસ્ટ નજીક પલટી ખાઇ ગઈ હતી. ઘાયલ મજૂરોને નજીકની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે.
યુપીનાં કુશીનગર જિલ્લાનાં પટહરેવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે રાત્રે, નોયડાથી બિહાર તરફ જતા પરપ્રાંતિય મજૂરોની એક બસ ડુંગળીથી ભરેલી ટ્રક સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં 12 લોકો ઘાયલ થયા હતા. બસનાં ચાલક અને ખલાસીની હાલત ચિંતાજનક છે, જેને જિલ્લા હોસ્પિટલમાં રીફર કરાયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ડીએમ અને એસપીને તપાસનાં નિર્દેશ આપ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.