Not Set/ ચક્રવાતી તોફાન ‘Amphan’ નાં કારણે લોકડાઉનમાં દોડતી વિશેષ ટ્રેનોને અસર

દેશમાં જ્યા એક તરફ કોરોનાનો પ્રકોપ છે, ત્યારે પ્રવાસી મજૂરોને પોતાના વતન પહોંચવામાં વધુ એક મુસિબતનો સામનો કરવો પડી રહ્યો છે. જણાવી દઇએ કે, બંગાળની ખાડીમાં વાવાઝોડા એમ્ફાન ઘણા રાજ્યો માટે જોખમી બની શકે છે. ત્યારે દેશમાં એકવાર ફરી લોકડાઉન 4.0 આજથી શરૂ થઇ ગયુ છે. આ લોકડાઉનમાં ટ્રેનોનાં સંચાલનને મંજૂરી આપવામાં આવી નથી. વળી […]

India
a9e6305dc0b1513213eab182d1933dcd ચક્રવાતી તોફાન 'Amphan' નાં કારણે લોકડાઉનમાં દોડતી વિશેષ ટ્રેનોને અસર
a9e6305dc0b1513213eab182d1933dcd ચક્રવાતી તોફાન 'Amphan' નાં કારણે લોકડાઉનમાં દોડતી વિશેષ ટ્રેનોને અસર

દેશમાં જ્યા એક તરફ કોરોનાનો પ્રકોપ છે, ત્યારે પ્રવાસી મજૂરોને પોતાના વતન પહોંચવામાં વધુ એક મુસિબતનો સામનો કરવો પડી રહ્યો છે. જણાવી દઇએ કે, બંગાળની ખાડીમાં વાવાઝોડા એમ્ફાન ઘણા રાજ્યો માટે જોખમી બની શકે છે. ત્યારે દેશમાં એકવાર ફરી લોકડાઉન 4.0 આજથી શરૂ થઇ ગયુ છે. આ લોકડાઉનમાં ટ્રેનોનાં સંચાલનને મંજૂરી આપવામાં આવી નથી. વળી ચક્રવાતી તોફાન ‘એમ્ફાન’ ને લોકડાઉનમાં દોડતી વિશેષ રાજધાની ટ્રેનોને પણ મોટી અસર કરી છે.

9f52bc70f7efde5c3fed5e58f379e45b ચક્રવાતી તોફાન 'Amphan' નાં કારણે લોકડાઉનમાં દોડતી વિશેષ ટ્રેનોને અસર

‘એમ્ફાન’ વાવાઝોડાનાં ભયને ધ્યાનમાં રાખીને રેલ્વેએ ભુવનેશ્વરથી દિલ્હી અને દિલ્હીથી ભુવનેશ્વર માર્ગ પર દોડતી વિશેષ ટ્રેનનાં રૂટ બદલ્યા છે. જો કે ઓડિશાનાં મુખ્યમંત્રી નવીન પટનાયકે ચક્રવાતની ગતિ અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને ચક્રવાત ‘એમ્ફાન’ નાં માર્ગ પરથી પસાર થતી તમામ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોને અસ્થાયી ધોરણે સ્થગિત કરવા વિનંતી કરી હતી.

86639bc8e9a302e803d6da5ad0c822e8 ચક્રવાતી તોફાન 'Amphan' નાં કારણે લોકડાઉનમાં દોડતી વિશેષ ટ્રેનોને અસર

હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી ચેતવણી અને નવીન પટનાયકની વિનંતી પર રેલ્વે મંત્રાલયે ટ્રેનનાં રૂટ બદલવાનો નિર્ણય લીધો છે. રેલ્વે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આગામી 4 દિવસ માટે ભુવનેશ્વર-નવી દિલ્હી-ભુવનેશ્વર એસી સ્પેશિયલ ટ્રેનનાં રૂટ બદલવામાં આવ્યા છે. આ ટ્રેન 18 મે નાં રોજ દિલ્હીથી ઉપડશે અને બદલાયેલા માર્ગ પર 21 મે સુધી ચાલશે. વળી, ભુવનેશ્વર તરફથી આવતી એસી સ્પેશિયલ ટ્રેન 19 મે થી 22 મે દરમિયાન બદલાયેલા રસ્તેથી પસાર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.