Not Set/ આજે ભગવાન રામ પણ ઇચ્છી રહ્યા છે કે પ્રવાસી મજૂરો સુરક્ષિત ઘરે પહોંચે : સંજય રાઉત

લોકડાઉનને કારણે મોટા ભાગનાં મજૂરો પરેશાન છે, જોકે સરકાર દ્વારા પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે લઈ જવા માટે બસ અને ટ્રેન સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, તેમ છતા મજૂરોનું પલાયન ચાલુ છે, આ મુદ્દે રાજકારણ પણ ઘણું થઇ રહ્યુ છે, તો વળી લોકડાઉન 4 માં છૂટછાટ બાદ, અયોધ્યામાં વહીવટીતંત્રની પરવાનગી પછી, ટ્રસ્ટ દ્વારા રામ જન્મભૂમિ […]

India
7b6e11115c32fed500e5e0a7579efdd0 આજે ભગવાન રામ પણ ઇચ્છી રહ્યા છે કે પ્રવાસી મજૂરો સુરક્ષિત ઘરે પહોંચે : સંજય રાઉત
7b6e11115c32fed500e5e0a7579efdd0 આજે ભગવાન રામ પણ ઇચ્છી રહ્યા છે કે પ્રવાસી મજૂરો સુરક્ષિત ઘરે પહોંચે : સંજય રાઉત

લોકડાઉનને કારણે મોટા ભાગનાં મજૂરો પરેશાન છે, જોકે સરકાર દ્વારા પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે લઈ જવા માટે બસ અને ટ્રેન સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, તેમ છતા મજૂરોનું પલાયન ચાલુ છે, આ મુદ્દે રાજકારણ પણ ઘણું થઇ રહ્યુ છે, તો વળી લોકડાઉન 4 માં છૂટછાટ બાદ, અયોધ્યામાં વહીવટીતંત્રની પરવાનગી પછી, ટ્રસ્ટ દ્વારા રામ જન્મભૂમિ સંકુલને સમતળ બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

ખોદકામમાં પુરાતત્વિક મૂર્તિઓ, સ્તંભો અને શિવલિંગ મળી આવ્યા છે, ત્યારબાદ રામ જન્મભૂમિને લઇને રાજકારણ ખૂબ થઇ રહ્યુ છે, હવે આ મુદ્દે શિવસેનાનાં નેતા સંજય રાઉતે મીડિયા ચેનલ સાથે વાત કરતા તીવ્ર આકરા પ્રહારો કર્યા છે. તેઓએ રામ મંદિર અંગેનાં નિવેદનો કરનારાઓને આડે હાથ લીધા છે, તેઓએ કહ્યું હતું કે, મંદિરનાં નિર્માણ માટે વાતાવરણ ન બનાવવું, કોરોના સંકટ વચ્ચે ભગવાન પણ ઈચ્છે છે કે પ્રવાસી મજૂરો સલામત ઘરે પહોંચે, આપણી પ્રાધાન્યતા એ જ હોવી જોઈએ અને મંદિર બાંધકામ ખૂબ શાંતિપૂર્ણ હોવું જોઈએ.

રાઉતે કહ્યું કે, ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યામાં થયો હતો, દેખીતી રીતે ખોદકામમાં પણ આવી જ વસ્તુઓ હશે, પરંતુ આ અંગે વાતાવરણ ન બનાવવું જોઈએ અને મંદિરનું નિર્માણ શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ, આ ક્ષણે દરેકની પ્રાથમિકતા પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવાની હોવી જોઈએ. હિંદુ-મુસ્લિમ, ભારત-પાકિસ્તાન જેવા મુદ્દાઓની ચર્ચા કરવાનો આ સમય નથી, તેથી હું લોકોને કહીશ કે કોઈ પણ પ્રકારનું વાતાવરણ બનાવવાની જરૂર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.