Not Set/ પેટની સમસ્યા છે, તો જાણી લો કી-હોલ સર્જરી શું છે

મોસમની સાથે આપણી જીભનાં ચટાકા પણ બદલાતા રહે છે. ચોમાસામાં દાળવડા, મેથીનાં ગોટા, મકાઇ, શિયાળો આવતા જ તીખી પાઉભાજી કે ગરમ ચાઇનિઝ સૂપ અને ઉનાળામાં કુલ્ફી અને આઇસક્રીમ ખાવાનું મન જરૂરથી થાય જીભની સ્વાદ્દન્દ્રયો સંતોષવા પેટ સંબંધિત ધણી સમસ્યાઓ ઊભી થતી હોય છે. આ બાબતે  જો  પૂરતી કાળજી ન લેવામાં આવે તો પાંચન તંત્ર નબળું […]

Health & Fitness Lifestyle
8f6728fa4ca98e1e9e573af4bdb6aab1 પેટની સમસ્યા છે, તો જાણી લો કી-હોલ સર્જરી શું છે

મોસમની સાથે આપણી જીભનાં ચટાકા પણ બદલાતા રહે છે. ચોમાસામાં દાળવડા, મેથીનાં ગોટા, મકાઇ, શિયાળો આવતા જ તીખી પાઉભાજી કે ગરમ ચાઇનિઝ સૂપ અને ઉનાળામાં કુલ્ફી અને આઇસક્રીમ ખાવાનું મન જરૂરથી થાય જીભની સ્વાદ્દન્દ્રયો સંતોષવા પેટ સંબંધિત ધણી સમસ્યાઓ ઊભી થતી હોય છે.

આ બાબતે  જો  પૂરતી કાળજી ન લેવામાં આવે તો પાંચન તંત્ર નબળું બને છે. ખાસ કરીને આજનાં યુગમાં લોકો જેકફુડ અને  ફાસ્ટફુડનો આગ્રહ રાખતા થયા છે જેને કારણે પેટ, અન્નનળી, જઠર, પિત્તાશય, યકૃત, આંતરડા જેવા અંગોની  સમસ્યાઓ આજે વધતી ગઇ છે. પેટને સ્વસ્થ રાખવાથી સંપૂર્ણ શરીરનું આરોગ્ય મજબૂત બને છે. તેથી તે અંગે કોઇ પણ સ્મસ્યાઓ હોય તો તરત જ યોગ્ય ડોક્ટરની સલાહ લેવી અગત્યની છે. જટિલ સર્જરી સરળ બની પેટ સંબંધિત સમસ્યાઓ, જેને ગેસ્ટ્રોઇન્ટેસ્ટેનિલ રોગો કહેવાય છે. તેની સારવાર માટે વિશ્વભરમાં ઘણી પ્રગતિ થઇ છે. મેડિકલ એડવાન્સમેન્ટની મદદથી આજે ધણી જટિલ સર્જરી સરળ અને ઇલાજ માટે વધુ અસરકારક બની છે.

પેટની સમસ્યા છે, તો જાણી લો કી-હોલ સર્જરી શું છે

ગેસ્ટ્રોઇન્ટેસ્ટનલ સમસ્યાઓમાં હવે કી-હોલ સર્જરી, જેમ કે લેપ્રોસ્કોપી, જેવી આધુનિક અને અદ્યતન ટેકનોલોજી ઉપલબ્ધ થઇ છે. અગાઉ માત્ર પિત્તાશય કે એપેન્ડકસનાં  ઇલાજ માટે કી-હોલ  સર્જરી ઉપયોગમાં લેવાતી હતી. પણ હવે જઠર, અન્નનળી, આંતરડા, હર્નિયા(સારણગાંઠ), જેવા અનેક સર્જારી માટે કી-હોલ સર્જરીની મદદથી ઇલાજ કરવામાં આવે છે.  અન્ય મેડિકલ શાખાની જેમ ગેસ્ટ્રોઇન્ટેસ્ટેનિલ સમસ્યાઓમાં કી-હોલ સર્જરી , જેને મિનિમલ ઇન્વેઝિવ સર્જરી પણ કહે છે, ખૂબ અસરકારક સાબિત થઇ છે.

Image result for stomach pain

આ પદ્વતિથી સર્જરી કર્યા પછી દર્દીને જલ્દી રિકવરી પ્રાપ્ત થાય છે. સાથે  શરીર પર સર્જરીનાં નિશાન ઓછા રહી જતા, દર્દી વધુ સ્વસ્થ અનુભવે છે. ઉપરાંત, સર્જરી વખતે લોહીનો ઓછો બગાડ થાય છે, દર્દીને દુખાવો ઓછો થાય છે અને ઇન્ફેક્શન થવાની શક્યતા પણ ઓછી થાય છે. આધુનિક ટેકનોલોજીનાં કારણે કારણે ડોક્ટરો વધુ ચોકસાઇ પૂવર્ક આ સર્જરી કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.